SURAT

અમેરિકન યુવક સાથે સગાઈ તૂટી જતા વરાછાની CA યુવતીએ આપઘાત કરી લીધો

સુરત: વરાછાની વિક્રમનગર સોસાયટીની એક યુવતીએ રવિવાર તારીખ 26ના રોજ ગળે ફાંસો લગાવી આપઘાત (Suicide) કર્યો હતો. સમગ્ર મામલે સગાઇ તૂટી જતા યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ હતું. યુવતીએ પોતાનો અભ્યાસ (Study) પૂર્ણ કર્યા બાદ સગાઇ કરી હતી. તેમજ લગ્ન કરી અમેરિકા સેટલ થવાની હોય, તેણીએ વિદેશ જવા માટે તૈયારીઓ શરૂ કરી હતી. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિદેશ જવાની આશામાં તેમજ લગ્નની તૈયારીમાં વ્યસ્ત વરાછાની (Varacha) યુવતીની સગાઇ (Engagement) તુટી જતા તેણીના સપના ચુર ચુર થઇ ગયા હતા. માટે તેણી માનસિક તણાવનો (Depression) શિકાર થઇ ગઇ હતી. ત્યાર બાદ આખરે રવિવારે મોડી રાત્રે યુવતીએ આપઘાત કરી લીધો હતો. યુવતીએ CAનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ સગાઇ કરી હતી. દિકરીના આપઘાત બાદ પરિવારનો શોકમાં ગરકાવ થયો હતો.

મળતી માહિતી મુજબ વરાછાની વિક્રમનગર સોસાયટીના રહેવાસી સુતરીયા પરિવારની દિકરીએ ફાંસો ખાઇ લેતા ચકચાર મચી ગયો હતો. સુુતરીયા પરિવારની દિકરી બંસી CAનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અમેરિકાના યુવક સાથે સગાઈ કરાવવામાં આવી હતી.

વધુમાં માહિતી મળી હતી કે મૂળ ભાવનગરનો વતની સુતરીયા પરિવાર સુરતના વરાછાના ત્રિકમનગરમાં આવેલી વિક્રમનગર સોસાયટીમાં રહે છે. તેમજ ગત માર્ચમાં દિકરીની સગાઇ અમેરિકાના યુવક સાથે કરી હતી. માટે 23 વર્ષીય બંસી સુરતરીયા અમેરિકા જવા માટે અભ્યાસ પણ કરી રહી હતી. સગાઇ તૂટી ગયા બાદ બંસીનો માનસિક તણાવમાં ગરકાવ થયો હતો. પરિણામે રવિવારે બંસીએ આપઘાત કરી લીધો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બંસી સુતરીયા મૂળ ભાવનગર જિલ્લાના થોરડી ગામની વતની હતી. તેણીએ સીએનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ બંસીની સગાઈ થઈ ગઈ હતી. જેથી બંસી અમેરિકા જવા માટેના ક્લાસ અને અભ્યાસ પણ કરી રહી હતી. ત્યારે સગાઇ તુટી જતા યુવતીના અમેરિકા જવાના સપના પણ તૂટી ગયા હતા. તેમજ તેણી માનસિક તણાવમાં રહેતી હતી. રવિવારે મોડી રાત્રે તણાવમાં જ તેણીએ આપઘાત કરી લીધો હતો.

બંસીનો ફિયાન્સે અમેરિકામાં બિઝનેસ કરે છે. બંસીની ગત માર્ચ મહિનામાં સગાઈ થઈ હતી. જો કે બન્ને વચ્ચે મનમેળ થતા ન હતા. વિચારોમાં મતભેદ ઉભો થતાં ફોન પર જ સગાઈ રદ કરવામાં આવી હતી. સગાઈ તૂટી જવાથી બંસી સતત માનસિક તાણ અનુભવતી હતી. બંસીના પિતા યાર્ન ટેક્સટાઈલના ધંધા સાથે સંકળાયેલા છે. હાલ સમગ્ર મુદ્દે વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top