SURAT

દીકરીનો ગેરકાયદે કબજો લેવા સાસરિયાં સુરતની આ જાણીતી સ્કૂલમાં પહોંચી ગયા

સુરત: (Surat) ભટાર વિસ્તારમાં રહેતા પરિવારે પુત્રવધૂને (Daughter-in-Law) દહેજ (Dowry) માટે શારીરિક-માનસિક ત્રાસ (Physical-Mental Torture) આપ્યો હતો. પુત્રવધૂ પિતાના ઘરે રહેવા આવી ગઈ ત્યારે તેની દીકરીનો ગેરકાયદે કબજો કરવા માટે સાસરિયાં દીકરીના સ્કૂલે પહોંચી ગયા હતા. સાસરિયાં વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ કરાઈ હતી.

  • પરિણીતાને સાસરિયાંનો ત્રાસ, દીકરીનો ગેરકાયદે કબજો લેવા સ્કૂલ પર પહોંચતાં સાસરિયાં
  • પરિણીતાના સાસરિયાં સમાજમાં મોટું નામ ધરાવે છે. સમાજમાં મોભી બનીને ફરતા આવેલા છે
  • વહુને સારી રીતે રાખતા ન હોવાથી અને માનસિક ત્રાસ આપતાં હોવાથી છેવટે મેટર કોર્ટમાં ગઈ

ઉમરા વિસ્તારમાં રહેતી રવિના (નામ બદલ્યું છે)ને તેનો પતિ પાર્થ ભાવસાર, સસરો ભરત ભાવસાર, સાસુ કુમુદ ભાવસાર અને દિયર સારથી ભાવસાર (રહે., જય અંબે સોસાયટી, રૂપાલી બીઆરટીએસ જંક્શન પાસે, ભટાર રોડ) દહેજ માટે ત્રાસ આપતાં હતાં. દિયરને કેનેડામાં સેટ કરવાનો હોવાથી રવિનાને પિયરમાંથી રૂપિયા લઈ આવવા દબાણ કરતાં હતાં. રવિનાની સાસુ જેમ કહે તેવી રીતે જ ઘરમાં રહેવા દબાણ કરતાં હતાં. ઘરમાં નોકરની જેમ કામ કરાવી વધુ દહેજ માંગતાં હતાં. દહેજની માંગ નહીં સંતોષાતાં રવિનાએ ઘર છોડવા મજબૂર થઈ હતી. રવિના સગીર દીકરી સાથે પિયર રહેવા આવી હતી.

પરિણીતાએ સાસરિયાં વિરુદ્ધ સિવિલ કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. રવિના તરફે એડવોકેટ વિરલ મહેતા હાજર રહ્યા હતા. રવિનાની દીકરી સુરતની નામાંકિત સ્કૂલમાં અભ્યાસ કરે છે. સાસરિયાંએ રોજ તેની સ્કૂલે જઈ ગેરકાયદે રીતે દીકરીનો કબજો લેવા પ્રયાસ કર્યો હતો. આ બાબતે પોલીસ ફરિયાદ કરી હોવા છતાં સાસરિયાં રવિનાને હેરાન કરવા રોજ તેની દીકરીના સ્કૂલે આવતાં હતાં. પરિણીતાના સાસરિયાં સમાજમાં મોટું નામ ધરાવે છે. સમાજમાં મોભી બનીને ફરતા આવેલા છે, છતાં તેણીની વહુને સારી રીતે રાખતા ન હોવાથી અને માનસિક ત્રાસ આપતાં હોવાથી છેવટે મેટર કોર્ટમાં ગઈ હતી.

અડાજણમાં સિલાઈ મશીન અપાવવાના બહાને ત્રણ મહિલા પાસેથી 22,500 તફડાવી લેવાયા
સુરત : અડાજણ ખાતે રહેતી ત્રણ મહિલાઓ સાથે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના નામે સિલાઈ મશીન અપાવવાના બહાને 7500 રૂપિયા લેખે 22500 રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરનાર સામે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
પાલ આરટીઓ પાસે રાજરત્ન એન્કલેવમાં રહેતા 42 વર્ષીય દમયંતીબેન વિકાસભાઇ કનૈયાલાલ મોદીએ અડાજણ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. 15 જુલાઈ 2022 ના રોજ તેઓ અડાજણ ખાતે ડીમાર્ટની બાજુમાં સિવણ ક્લાસીસમાં ગયા હતા. ક્લાસીસમાં તેમના ટીચર તૃપ્તિબેન દવેને અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના સેન્ટરમાંથી બોલતા હોવાનો ફોન કર્યો હતો. અને સ્કીમમાં તેમને વ્યક્તિ દીઠ બે સિલાઈ મશીન તથા સરકારી સર્ટીફીકેટ આપવાનું કહ્યું હતું. જેના માટે તેમને 7500 રૂપિયા ચુકવવાના રહેશે. આ સ્કીમ 6 જણા માટે જ હોવાનું અને તેમા 3 જણાનું રજીસ્ટ્રેશન થઈ ગયાનું કહ્યું હતું. અમે ત્રણ લોકોનું રજીસ્ટ્રેશન થઈ શકે છે. જેથી તૃપ્તિબેનની વાત સાંભળીને દમયંતીબેન અને તેમની સાથે વૈશાલીબેન શાહ તથા ભાવિનીબેન પટેલ પણ હાજર હતા. આ ત્રણેય જણાએ આ સ્કીમમાં રસ બતાવીને અજાણ્યાના મોબાઈલ નંબર પર આધારકાર્ડ અને પાનકાર્ડ મોકલી આપ્યું હતું. અને બાદમાં પેટીએમથી 7500 રૂપિયા લેખે કુલ 22500 રૂપિયા ચુકવ્યા હતા. અજાણ્યાએ તેમના ઘરે મશીન પહોંચી જશે તેમ કહ્યું હતું. પરંતુ મશીન નહી આવતા તેનો સંપર્ક કરવા પ્રયાસ કરતા ફોન પણ બંધ આવતો હતો. જેથી તેમની સાથે છેતરપિંડી થયાનો ખ્યાલ આવતા અડાજણ પોલીસ સ્ટેશનમાં પેડટીએમ વોલેટના નંબર અને ધીરજકુમાર ડાહ્યાભાઈ પ્રજાપતિ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top