Dakshin Gujarat

નવાપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી બારી તોડી પાંચ આરોપી ભાગી છૂટ્યા

વ્યારા: (Vyara) નવાપુર પોલીસ સ્ટેશનના (Police Station) લોકઅપમાં (Lockup) રહેલા લૂંટના (Loot) ગુનામાં પાંચ આરોપીઓ લોકઅપની બારી તોડીને પાછળથી નાસી છૂટ્યાની ઘટના બની છે. જેમાંથી એકને તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો ટીમએ ઝડપી પાડ્યો છે. બનાવને પગલે અન્ય ચાર આરોપીઓને ઝડપી પાડવા બંને રાજ્યના સરહદી વિસ્તારોમાં નાકાબંધી (Blockade) કરી દેવામાં આવી છે.

  • મહારાષ્ટ્રના નવાપુર પોલીસ લોકઅપમાંથી બારી તોડી પાંચ આરોપી ભાગી છૂટ્યા
  • ફરાર પાંચ આરોપીઓ પૈકીના એકને તાપી પોલીસે દબોચી લીધો

પ્રાપ્ત માહિતી અનુસાર નવાપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં લૂંટના કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ૫મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ મધ્ય રાત્રિએ ૧:૧૫ વાગ્યાનાં અરસામાં આરોપીઓ લોકઅપની પાછળની દીવાલ પરની બારી તોડીને ભાગી છૂટ્યા હતા. એવું કહેવાય છે કે નવાપુર પોલીસ સ્ટેશનનું લોકઅપ ધરાવતું બિલ્ડિંગ બ્રિટિશ કાળનું છે. તે લોકઅપની બારીમાંથી આરોપીઓ શેરડીના ખેતરમાં કૂદીને ફરાર થઈ ગયા હતા. નવાપુર તાલુકાના નવરંગ રેલ્વે ગેટ પાસેથી આશરે ૫૦૦ મીટરના અંતરે કોઠડા સીમના એમ.આય.ડી.સી. તરફ જતાં માર્ગેથી ફરાર થયેલા આ આરોપીઓ પૈકીનાં એક હૈદર ઉર્ફે ઇસરાઇલ ઇસ્માઇલ પઠાણ ઉ.વ.૨૦ રહે. કુંજખેડા, તા.કન્નડ, જી.ઔરંગાબાદ, મહારાષ્ટ્રને તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લોની ટીમે ૫ ડિસેમ્બરે સાંજે ૬:૧૫ વાગ્યાના અરસામાં ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામે બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી ઉચ્છલ પોલીસ મથકે લવાયો હતો.

આ ઘચનામાં હજુ ચાર આરોપીઓ વોન્ટેડ છે, જેમાં ઇરફાન ઇબ્રાહીમ પઠાણ, ઉ.વ.૩૫, રહે.બ્રામ્હણી-ગરાડા, તા.કન્નડ, જી. ઔરંગાબાદ, (મહારાષ્ટ્ર), યુસુફ અસિફ પઠાણ, ઉં.વ.૨૨, રહે.બ્રામ્હણી-ગરાડા, તા.કન્નડ, જી. ઔરંગાબાદ, (મહારાષ્ટ્ર), ગૌસખાં હાનિફખાં પઠાણ, ઉં.વ.૩૪, રહે.બ્રામ્હણી-ગરાડા, તા.કન્નડ, જી. ઔરંગાબાદ, (મહારાષ્ટ્ર), અકિલખાં ઇસ્માઇલખાં પઠાણ, ઉ.વ.૨૨, રહે. કાઠોરા બજાર, તા.ભોકરદન, જી.જાલના (મહારાષ્ટ્ર) છે.

Most Popular

To Top