Entertainment

કાંતારા અને KGF ફિલ્મ બનાવનાર પ્રોડકશન હાઉસની બોલિવૂડમાં એન્ટ્રી

મુંબઈ: વર્ષ 2022માં ધણી ફિલ્મો (Film) આવી પરંતુ આ વખતે ખૂબ જ ઓછી ફિલ્મો છે જેણે ઘૂમ મચાવી હોય તેમજ ચાહકોએ પસંદ કરી હોય. જો વાત કરીએ કાંતારા (Kantara) અને KGFની તો આ ફિલ્મોએ સિનેમાઘરોમાં ઘૂમ મચાવી છે. લોકોને આ ફિલ્મો ખૂબ પસંદ આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ KGF તેમજ કાંતારા ફિલ્મ બનાવનાર પ્રોડકશન હાઉસ હવે બોલિવૂડમાં (Bollywood) ઝંપલાવા માંગે છે. તેમજ આ માટે તેઓએ બોલિવૂડના કિંગ ખાન એટલેકે શાહરૂખ ખાનનો સંપર્ક સાઘ્યો છે. આ ઉપરાંત તેઓએ બોલિવૂડમાં એકશન ફિલ્મો બનાવનાર રોહિત શેટ્ટીનો સંપર્ક પણ કર્યો છે. જાણકારી મુજબ KGF તેમજ કાંતારા ફિલ્મ બનાવનાર પ્રોડકશન હાઉસ તેઓના આગામી પ્રોજેકટની જવાબદારી રોહિત શેટ્ટીને સોંપી શકે છે.

  • કન્નડના કલાકારો રક્ષા શેટ્ટી અને ઋષભ શેટ્ટી આ ફિલ્મમાં કેમિયો કરી શકે છે
  • આગામી દિવસોમાં શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ પઠાણમાં જોવા મળશે
  • બોલિવૂડના કિંગખાન અને એકશન ફિલ્મો બનાવનાર રોહિત શેટ્ટીનો સંપર્ક પણ કર્યો

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કન્નડના કલાકારો રક્ષા શેટ્ટી અને ઋષભ શેટ્ટી આ ફિલ્મમાં કેમિયો કરી શકે છે અને બંને કલાકારોએ તેની સાથે સંમત થઈ ચૂક્યા છે. તે ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જો કે આ અટકળોની પુષ્ટિ હોમબેલ ફિલ્મો અને શાહરૂખ ખાન દ્વારા કરવામાં આવી નથી. તેથી જોવાનું રસપ્રદ રહેશે કે બંનેએ આ અંગે શું પ્રતિક્રિયા આપી છે.

જણાવી દઈએ કે આગામી દિવસોમાં શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ પઠાણમાં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ તેની સાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મ જાન્યુઆરી 2023 માં થિયેટરોમાં દેખાશે. આ સિવાય શાહરૂખ ફિલ્મ ‘જવાન’ માં જોવા મળશે જેમાં ન્યનતારા અને વિજય શેતુપતિ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા જોવા મળશે. આ સિવાય શાહરૂખ ‘ડંકી’ માં પણ જોવા મળશે.

Most Popular

To Top