SURAT

ભંગારના વેપારી ઉપર ફાયરિંગ કરનાર આરોપીઓને ક્રાઈમ બ્રાંચે ફિલ્મીઢબે સ્પોર્ટ્સ બાઈક સાથે દબોચી લીધા

સુરત: (Surat) ઉધનામાં ઝઘડાની આદાવતમાં ભંગારના વેપારી ઉપર ફાયરિંગ (Firing) કરનાર બંને આરોપીઓ લોડેડ પિસ્તોલ લઇને નવસારીના વકીલને (Advocate) મારવા માટેની સોપારી જતા હતા. દરમિયાન બંને ભીમરાડ ખાતે સ્પોર્ટ્ઝસ બાઈક લઈને ઉભા હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે (Crime Branch) તેમને ફિલ્મી ઢબે પકડી પાડ્યા હતા.

  • ઉધનામાં ભંગારના વેપારી ઉપર ફાયરિંગ કરીને બંને આરોપી નવસારીમાં વકીલ ઉપર ફાયરિંગ કરવા જવાના હતા
  • વકીલને મારવા માટે ચાર લાખમાં સોપારી મળી, બે લાખ એડવાન્સ લીધા હતા
  • પોલીસ ભીમરાડ ઝાંડી ઝાખરાના રસ્તા પર પહોંચી જતા આરોપી ભાગવા જતા કાર સાથે અકસ્માત કરી ફંગોળાયા
  • ક્રાઈમ બ્રાંચે ફિલ્મીઢબે આરોપીઓને સ્પોર્ટ્સ બાઈક સાથે દબોચી લીધા

ઉધના રોડ નંબર 9 ઉપર ગઈકાલે કે.જી.એન.ના નામે ભંગારનો વેપાર કરતા જાવેદ સલીમ શાની ઉપર ઝઘડાની અદાવતમાં ફાયરિંગ થયું હતું. ઉધના પોલીસે ગુનો દાખલ કરતા ક્રાઈમ બ્રાંચે ફાયરિંગ કરનાર સંજય ઉર્ફે સંજુ રમેશભાઇ તિવારી (ઉવ.૨૧, મોરારજી વસાહત રામદેવ નગર ઉધના રોડ ૯), બાળ કિશોરને પકડી પાડ્યો હતો. તેમને પિસ્ટલ આપનાર આરોપી ભાવેશ ઉર્ફે લાલો રામુભાઈ મેર ભરવાડ (રહે 24 ક્રીષ્ના નગર પાંડેસરા મુળ રહેરહે રબારીકા ભાવનગર) ની પણ ધરપકડ કરાઈ છે. પોલીસે આ બંનેને લોડેડ પિસ્તોલની સાથે પકડી પાડ્યા હતા. પોલીસની પુછપરછ દરમિયાન સંજુ તિવારીના ભાઇ કેતન ઉર્ફે બાટા ઉપર ભંગારના વેપારી જાવેદે ત્રણ મહિના પહેલા ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેની અદાવત રાખીને સંજુએ તેના બે મિત્રોની સાથે જાવેદની રેકી ગોઠવી હતી.

આ ઉપરાંત 10 દિવસ પહેલા જ સચિનમાં રહેતા લાલા ભરવાડે સંજુ તિવારીનો સંપર્ક કરીને તેને એક પિસ્તોલ અને બે કાર્ટિઝ આપીને નવસારીમાં રહેતા વકીલને મારી નાંખવાની સોપારી આપી હતી. સંજુ ઉધનામાં ફાયરિંગ કરીને આ લોડેડ પિસ્ટલ લઈને તેના મિત્રો સાથે ફરાર થયો હતો. બાદમાં સંજુ સચિનમાં લાલા ભરવાડને મળવા ગયો હતો. અને ત્યાંથી નવસારી વકીલ ઉપર ફાયરિંગ કરવા જવાના હતા. અને તે પહેલા જ ભીમરાડથી ક્રાઈમ બ્રાંચે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓને 2 લોડેડ પિસ્ટલ અને 7 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યા હતા. લાલાએ નવસારીના વકીલને મારી નાંખ‌વા સંજુને 4 લાખમાં સોપારી આપી હતી. જેમાંથી એડવાન્સમાં બે લાખ આપી દીધા હતા. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

પોલીસની કાર સાથે આરોપીઓએ બાઈક અથડાવી અકસ્માત કરતા એરબેગ ખુલી ગઈ
ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ડી.એમ.રાઠોડને ઉધનામાં ફાયરિંગ કરનાર બંને આરોપી હાલમાં ભીમરાડ ગ્રામ પંચાયત ઓફિસથી અંદરથી સચિન મગદલ્લા હાઇવે તરફ જવાના ખેતરો નજીક રોડના કિનારે ઝાડીયો પાસે યામાહા પાર્ક કરીને બેઠા હોવાની બાતમી મળી હતી. અને તેઓ થોડી વારમાં નવસારી જવાના હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે ક્રાઈમબ્રાંચની ટીમે વોચ ગોઠવી હતી. પોલીસ તેમની ખાનગી વાહનમાં હતા. પોલીસને જોઈને સંજુ અને લાલો બાઈક લઈને ભાગવા જતા સામે કારની સાથે ટક્કર મારી હતી. અકસ્માતમાં કારની એરબેગ ખુલી ગઇ અને બોનેટ પણ ખુલી ગયો હતો. બંને આરોપી ફંગોળાઈને નીચે પટકાયા બાદ તેમને પોલીસે ઝડપી પાડ્યા હતા.

Most Popular

To Top