National

સુરત સિવિલના ડોકટરોએ કોરોના દર્દીનો જન્મદિવસ એવો મનાવ્યો કે વિરેન્દ્ર સહેવાગે પણ કરી પ્રશંસા

Surat : દેશભરમાં કોરોનાના ( corona ) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. આ સંજોગોમાં કોરોના વોરિયર્સ પરનો ભાર પણ નોંધપાત્ર રીતે વધ્યો છે. ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓ આવા સમયે પણ માનવતાને ભૂલતા નથી અને દર્દીઓની તકલીફને દૂર કરવા માટે સતત કામ કરતાં રહે છે.

તાજેતરમાં જ સુરત શહેરની સિવિલ હોસ્પિટલનો એક વીડિયો ( video) સોશિયલ મીડિયા ( social media) પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઇ શકાય છે કે હોસ્પિટલના ડોકટરો કોરોના મહિલા દર્દીનો જન્મદિવસ ઉજવી તેમને એક સકારાત્મક વાતાવરણ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આવા ભયંકર સંજોગોમાં, આવા કેટલાક વિડિઓઝ પણ બહાર આવ્યા છે જે કહેવા માટે પૂરતી છે કે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં, ડોકટરો કોરોના દર્દીઓની તેમ જ મનોરંજનની સંપૂર્ણ કાળજી લેતા હોય છે.

આ વિડીયો પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે ( virendra sahewag) તેના સોશ્યલ મીડિયામાં પર શેર કર્યો છે. અને લખે છે કે “કોવિડ કેર સેન્ટરમાં હેલ્થ કેર સ્ટાફ ચેપગ્રસ્ત દર્દી માટે ગીત ગાતા જોવા મળે છે. ખરેખર, આ દર્દીનો જન્મદિવસ છે અને તેની પાસે કોઈ હાજર નથી. આવી સ્થિતિમાં ડોકટરોએ વોર્ડમાં જ ‘બાર બાર દિન યે આયે’ ગીત ગાયું હતું, તેની સાથે જ પી.પી.ઇ કીટ અને અન્ય સુરક્ષા વ્યવસ્થા પણ કરી હતી. આ યોદ્ધાઓને સલામ છે.” સેહવાગના આ અભિગમ પછી ડોકટરોનો આ સકારાત્મક સંદેશ વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ સાથે મુંબઇના લોકપ્રિય ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ આવો જ વીડિયોની ક્લિપ શેર કરી છે. ક્લિપમા સ્વાસ્થ્ય કામદારો તાળીઓ પાડી કોવિડ -19 થી પીડાતા દર્દીની ભાવના વધારવા માટે હોસ્પિટલના વોર્ડમાં ગીત ગાઈ રહ્યા છે અને નાચી રહ્યા છે. દર્દીઑ પણ તાળીઓ પાડી રહ્યા છે અને આરોગ્યસંભાળ કામદારોને ખુશ કર્યાં હતા, ત્યારે સુરતના આ સિવિલ સ્ટાફે ખરેખર આ સમયે આ કરીને સાબિત કર્યું છે કે કોરોના દેશને રોકી શકે છે પણ હરાવી શકતો નથી. ભલે ગમે એ હાલત હોય અડીખમ ઊભા આ કર્મીઓએ થોડા હતાશ બનેલા દેશના લોકોમાં થોડો પ્રાણવાયુ ફૂક્યો છે અને હિમ્મત આપી છે.

Most Popular

To Top