SURAT

સુરત: અગાઉ ભગાડી જનાર યુવકે જામીનમુક્ત થતાં જ વિદ્યાર્થીની સાથેના ફોટા-વીડિયો વાયરલ કર્યા

સુરત: (Surat) શહેરના મોરા ગામમાં (Village) રહેતી યુવતીને ભગાડી જનાર આરોપીને જેલમાં (Jail) મોકલતા જામીન મુક્ત થઈને આવ્યા બાદ યુવકે અદાવત રાખીને આ યુવતીના બિભત્સ ફોટો ફેક ઇન્સ્ટા આઈડી (Instagram ID) બનાવી વાયરલ કરતા તેની સામે વધુ એક ગુનો નોંધાયો હતો.

  • અગાઉ ભગાડી જનાર યુવકે જામીનમુક્ત થતાં જ વિદ્યાર્થીની સાથેના ફોટા અને વીડિયો વાયરલ કર્યા
  • પ્રેમની વાતો કરનારે જેલમાંથી બહાર આવતા જ અસલી રંગ બતાવ્યો
  • મોરા ગામની યુવતીને ફસાવતા માતાએ ફરિયાદ કરીને યુવકને જેલમાં મોકલી આપ્યો હતો, તેની અદાવત રાખી કૃત્ય કર્યું

ચોર્યાસી તાલુકાના મોરા ગામમાં શાકભાજીની દુકાન ધરાવતી 37 વર્ષીય મહિલાએ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની 18 વર્ષની નાની દિકરી આઈટીઆઈમાં અભ્યાસ કરે છે. ગત 11મી મે ના રોજ બપોરે તેના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. અજાણ્યાએ ફોન પર મહિલાને તમારા ગામથી બોલું છું અને તમારી છોકરીએ કોઈ છોકરા સાથે ફોટો તથા વિડીયો તેના ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યા છે તેમ કહ્યું હતું. બાદમાં તેને વોટ્સએપ ઉપર પણ આ ફોટો અને વિડીયો મોકલ્યા હતા.

મહિલાએ આ ફોટો જોતા તેમની દિકરીને અગાઉ મોરામાં સ્ટાર રો હાઉસમાં રહેતો અને દિકરીને ભગાડી જનાર મોહમદ અસ્લમ મોહમદ અબ્બાસ હતો. આ અંગે દિકરીને પુછતા તેને જણાવ્યું હતું કે, અબ્બાસ અગાઉ તેને ભગાડી ગયો હતો ત્યારે તેની સાથે ફોટો લીધા હતા. અસ્લમે ફેક આઈડી બનાવી તેની ઉપર આ ફોટો વાયરલ કર્યા હતા. અબ્બાસ અગાઉ બે વખત તેમની દિકરીને ભગાડી ગયો હતો. ઇચ્છાપોરમાં તે અંગે ફરિયાદ આપતા પોલીસે તેની ધરપકડ કરી હતી. જેલમાંથી છુટીને અદાવત રાખીને દિકરીને બદનામ કરવા માટે તેને આ હરકત કરી હતી. આ અંગે તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

ગુજરાત પોલીસના નામે ફેક આઈડીથી યુવતીને ઈન્સ્ટા પર રિકવેસ્ટ મોકલી અભદ્ર મેસેજ કરનાર રત્નકલાકાર ઝડપાયો
સુરત: ગોડાદરા ખાતે રહેતી યુવતીના ઇન્સ્ટાગ્રામ આઈડી પર ગુજરાત પોલીસના ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી રિકવેસ્ટ આવી હતી. બાદમાં યુવતીના ફોટો અપલોડ કરી બિભત્સ લખાણ લખી મેસેજ કરતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગોડાદરા પોલીસે તપાસ હાથ ધરીને રત્નકલાકાર યુવકની ધરપકડ કરી છે.

ગોડાદરા ખાતે આસપાસ મંદિર પાસે રહેતી 18 વર્ષની કાવ્યા (નામ બદલ્યું છે) એ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગત એપ્રિલમાં ફરિયાદ નોંધાવી હતી. કાવ્યા પોતે વરાછા મીની બજારમાં ડાયમંડ કંપનીમાં કામ કરે છે. કાવ્યા ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી ધરાવે છે. ગત 22 માર્ચે રાત્રે કાવ્યાએ તેનું ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશન ઓપન કરતા ગુજરાત.પોલીસ.05 નામની આઈડી પરથી ફોલો રિકવેસ્ટ આવી હતી. કાવ્યાએ આ રિકવેસ્ટ એક્સેપ્ટ કરતા આ આઈડી ધારકે તેને અભદ્ર ભાષામાં મેસેજ કર્યા હતા. બાદમાં કાવ્યાના ફોટો મેળવી લઈને તેની ગુજરાત પોલીસની આઈડીમાં અપલોડ કરી સ્ટોરી બનાવી બિભત્સ લખાણ લખ્યું હતું. પરંતુ કાવ્યાએ ગભરાઈને ઘરમાં જાણ કરી નહોતી. અને પછી ત્રણેક દિવસ આ અજાણ્યાએ કાવ્યાનો ફોટો અપલોડ કરી જાહેરમાં મુકયો હતો. કાવ્યાએ તેની મિત્ર સાથે વાત કરીને પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં ગોડાદરા પોલીસે ગઈકાલે રત્નકલાકાર ભરતકુમાર ભલાભાઇ ચાવડા (ઉ.વ.૨૬, રહે. મકાન નં.૧૦૦,વિક્રમનગર સોસાયટી વિ-૪, પુણાગામ, સુરત મુળગામ- બાસપા તા.સમી જી. પાટણ તથા ગામ- પાટણા તા.ગઢડા જી. બોટાદ) ની ધરપકડ કરી છે.

Most Popular

To Top