SURAT

સુરત કેટલું સ્વચ્છ છે? આ દિવસે ખબર પડશે કે…

સુરત(Surat): સુરત મનપા(Surat Municipal Corporation) સતત બે વર્ષથી તનતોડ મહેનત કરીને કેન્દ્ર સરકાર(Central Government) દ્વારા કરતા સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં બીજા નંબરે આવી રહ્યું છે. હવે વર્ષ 2022ના સ્વચ્છતા સર્વેનું પરિણામ ઓક્ટોબર માસમાં આવવાનું હોય મનપા સુરત નંબર વન બનવાનો ગોલ પુરો કરે છે કે બીજો નંબર જાળવી રાખે છે કે પછી પાછળ ઘકેલાય છે. તેના પર શહેરીજનોની મીટ મંડાઇ છે.

  • સ્વચ્છતામાં સુરત કયા સ્થાને ?: પહેલી ઓકટોમ્બરે પરિણામ જાહેર થશે
  • સ્વચ્છતા સર્વેક્ષણ 2022માં સુરત પ્રથમ આવે છે ? બીજો ક્રમ જાળવી રાખે છે કે પાછળ ઘકેલાય છે તે અંગે શહેરીજનોની મીટ

સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૧માં ૧ લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોમાં સુરત શહેર બીજા સ્થાને અને ૪૦ લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોમાં સુરતને સૌથી વધુ ગુણ પ્રાપ્ત થયા હતા આ વર્ષે 1 ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ 2022 માટે રાષ્ટ્રપતિની હાજરીમાં એવોર્ડ જાહેર કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુમુમની હાજરીમાં તાલકટોરા સ્ટેડિયમ ન્યુ દિલ્હી ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ સમારોહ યોજવામાં આવશે. તેમાં હાજર રહેવા સુરત મનપાને આમંત્રણ મળી ગયું હોવાથી સુરત ટોપટેનમાં તો હશે તેની પ્રતિતિ થઇ રહી છે. એ પણ ઉલ્લખનીય છે કે, અગાઉના સ્વચ્છતા સર્વેક્ષણોની તૂલનામાં સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૨માં અલગ માપદંડોથી સ્પર્ધા કરવામાં આવી છે.

લ્યો હવે આ જ બાકી હતું: મનપાના લિંબાયત ઝોનમાં ડેપ્યુટી ઇજનેરને પણ એક્સટેન્શન અપાયું
સુરત : સુરત મનપાનો લિંબાયત ઝોન અધિકારીઓની નિમણૂક મામલે વારંવાર વિવાદમાં આવી રહ્યો છે. અગાઉ ઝોનના વડા તરીકે કોરોનાકાળના બહાને રાજ્ય સરકારે નિવૃત્ત આઇએએસ આર.જે.માકડીયાને મોકલ્યા બાદ તેની મુદ્દત પુરી થતા તેની જગ્યાએ અન્ય અધિકારીને ઝોનના વડા બનાવાયાના ચાર પાંચ દિવસમાં જ ફરીથી માકડીયા નિમણૂક કરાવી લાવ્યા હતા. તેથી ફરીવાર ચાર્જ બદલવાનો નિર્ણય લેવો પડ્યો હતો. માકડીયા કીન્નાખોરી રાખીને કામ કરતા હોવાના આક્ષેપો પણ થયા હોવા છતાં તેને ફરીથી નિમણૂક અપાઇ છે. દરમિયાન હવે મનપાના ઈતિહાસમાં પહેલીવાર ડેપ્યુટી ઈજનેરને 11 માસનો કોન્ટ્રાક્ટ કરાયો અને લિંબાયત ઝોનમાં જ ફરજ ચાલુ રાખવામાં આવી છે. બે માસ પહેલા સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનરે પદેથી નિવૃત્ત થયેલા બી.આર.ભટ્ટને 11 માસનુ એક્સટેન્શન આપવા માટે ઠરાવ થયા છતાં હજુ સુધી સરકારે તેને મંજૂરી આપી નથી આમ છતાં આ ડેપ્યુટી ઇજનેરને કોન્ટ્રકટથી નિમણૂક આપતા આશ્ચર્ય છવાયું છે. તેમજ રાજકીય ચંચુપાતની ચર્ચા ઉઠી છે. વિસ્તૃત વિગતો મુજબ સુરત મનપાના લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા અને 30 જૂન 2022ના રોજ સેવા નિવૃત્ત થયેલા ડેપ્યુટી ઈજનેર વી.જી. પટેલને સ્થાયી સમિતિમાં ઠરાવ કરીને 11 માસના કોન્ટ્રાક્ટ પર લેવાનો નિર્ણય લેવાયો છે. સુરત મનપા અસ્તિતવમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં ટેપ્યુટી ઇજનેરે કક્ષાના અધિકારીને કોન્ટ્રકટ પર લેવાયો હોય એવું કયારેય થયું નથી.

Most Popular

To Top