સુરતમાં વકીલે રૂપિયાની લેતીદેતી મામલે પત્ની સાથે જઈ રહેલા યુવકને માથામાં કાચની બોટલ મારી દીધી

સુરત: (Surat) ગોપીપુરા ખાતે રૂપિયાની લેતીદેતી મામલે વકીલે (Advocate) પત્ની સાથે બાઈક ઉપર જઈ રહેલા યુવકને માથામાં કાચની બોટલ મારી હુમલો (Attack) કર્યો હતો. તથા હું વકીલ છું તારી જિંદગી બરબાદ કરી નાંખીશ, હું તને જીવતો નહીં રહેવા દઉં તારાથી થાય તે કરી લેજે એમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપતા અઠવા પોલીસે (Police) ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

  • ગોપીપુરા સંઘાડિયાવાડમાં વકીલે રૂપિયાની લેતીદેતી મામલે યુવકને માથામાં કાચની બોટલ મારી દીધી
  • હું વકીલ છું તારી જિંદગી બરબાદ કરી નાંખીશ, હું તને જીવતો નહીં રહેવા દઉં તારાથી થાય તે કરી લેજે

ગોપીપુરા ખાતે બાલવીરના ખાંચા રાજકુમાર બંગલોની પાસે રહેતી 28 વર્ષીય સેજલબેન જીતેશભાઈ જરીવાલાએ અઠવા પોલીસ સ્ટેશનમાં એડવોકેટ હેમંત રાણા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત 22 તારીખે સાંજે જરીવાલા દંપત્તિ બાઈક ઉપર ઘરે જઈ રહ્યું હતું. ત્યારે મહોલ્લામાં લગ્નનો વરઘોડો આવતો હતો. જેથી જીતેશે બાઈક યુટર્ન લઈને પરત ફરતા હતાં ત્યારે હેમંત રાણા તેની બાઈક લઈને આવ્યો હતો. અને જીતેશને તું મારા પૈસા ક્યારે પાછા આપીશ તેમ કહી ગાળો આપી તેના હાથમાં રહેલી કાચની બોટલ જીતેશના માથામાં મારી દીધી હતી. બાદમાં જીતેશની સાથે ગાળાગાળી કરીને માર માર્યો હતો. હું વકીલ છું તારી જિંદગી બરબાદ કરી નાંખીશ, હું તને જીવતો નહીં રહેવા દઉ તારાથી થાય તે કરી લેજે એમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. આ અંગે અઠવા પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

હત્યાના બે આરોપીઓની જામીન અરજી નામંજૂર
સુરત : જહાંગીરપુરા વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતમાં થયેલી હત્યાના કેસમાં બે આરોપીઓએ કરેલી જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ફેસબુક તથા ઇન્સ્ટ્રાગ્રામ ઉપર ફોટો મુકવા બાબતે જીગ્નેશ અને ચિંતન નામના બે યુવકોની વચ્ચે માથાકૂટ થઇ હતી. આ માથાકૂટમાં ચિંતન અને તેના મિત્રો હિંમાશુ પટેલ અને મિત્તલ પટેલ વચ્ચે પડ્યા હતા અને જીગ્નેશની ઉપર હુમલો કરવાનો પ્લાન બનાવીને જીગ્નેશને જહાંગીરપુરા સંગીની ગાર્ડનીયા પાસે બોલાવ્યો હતો. અહીં જીગ્નેશ તથા સુનીલ ઐયર હાજર હતા. આ દરમિયાન મિત્તલ, હિંમાશુ પટેલ અને ચિંતને ભેગા થઇને જીગ્નેશ અને સુનીલ ઐયરની ઉપર હુમલો કર્યો હતો. જેમાં સુનીલની હત્યા થઇ હતી જ્યારે જીગ્નેશને ગંભીર ઇજા પહોંચી હતી. દરમિયાન જામીન મુક્ત થવા માટે તુષાર ઉર્ફે કાંચો વિનોદભાઇ પટેલ તેમજ મિત્તલ પ્રદિપભાઇ પટેલે કરેલી જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.

Most Popular

To Top