Business

સુરતમાં પેપર લીક કૌભાંડ ફરી ગાજ્યું: ABVP દ્વારા કુલપતિની ઓફિસ બહાર પ્રોટેસ્ટ

સુરત: ગુજરાતમાં (Gujarat) એકતરફ ચૂંટણીનો (Election) માહોલ જામ્યો છે ત્યાં ફરી એકવાર પેપક લીક કૌંભાડનો (SCAM) નાદ ગાજ્યો છે. સુરતની અઠવાલાઈન્સ પાસે આવેલી એમટીબી કોલેજમાં (MTB Collage) થયેલા પેપર લીક મામલે ગુરુવારના રોજ ABVP દ્વારા 100થી વઘુ કાર્યકરો અને વિદ્યાર્થીઓ (Student) મળીને VNSGUમાં વિરોધ નોંધવામાં આવ્યો હતો. આ વિરોધમાં ABVPએ કોલેજના પ્રિન્સિપાલ ભાવના ચાંપાનેરીને કુલપતિની ઓફિસ બહાર રામધુન ગાઈને તેઓના પદ પર દૂર કરવા માટેની માંગ કરી હતી. આ સાથે એમટીબી કોલેજનાના પ્રિન્સિપાલ સામે FIR કરવા માટેની ABCP દ્વારા માગ કરાઈ છે. જણાવી દઈએ કે ભાવના ચાંપાનેરી પર પરીક્ષા પૂર્વે પેપર લીક કરવાના આરોપ છે. મળતી માહિતી મુજબ તેઓ પર જે આરોપ મૂકવામાં આવ્યા હતા તે સાબિત પણ થયા હતાં.

  • પેપર લીકના આ મામલને 25 દિવસ વીતી ગયા છતાં વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહીં
  • માંગ પૂરી થતાં એબીવીપી દ્વારા કરવામાં આવેલું આંદોલન અને વિરોધ સમેટી લેવાયું

જણાવી દઈએ કે વિરોધને પગલે વીર નર્મદ યુનિવર્સિટીએ કમિટીની રચના કરી ભાવના ચાંપાનેરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જો કે પેપર લીકના આ મામલને 25 દિવસ વીતી ગયા છતાં વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાના કારણે એબીવીપી દ્વારા વિરોઘ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં એમટીબી કોલેજના પ્રિન્સિપાલ ભાવના ચાંપાનેરીને સસ્પેન્ડ જ નહીં પરંતુ તેઓને તેઓના પ્રિન્સિપલ પદેથી દૂર કરવા માટેની માંગ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેઓ પર મૂકવામાં આવેલો આરોપ સાબિત થતા તેઓ ઉપર પોલીસ ફરિયાદ કરવા માટેની માગ પણ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધને અને યોગ્ય માંગને લઈ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા તાત્કાલિક એમટીબીના પ્રિન્સિપલને તેઓના પદેથી દૂર કરવાનો નિર્ણય કર્યો અને ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવવાની તજવીજ શરૂ કરી દીધી. જેને લઇ એબીવીપી દ્વારા કરવામાં આવેલું આંદોલન અને વિરોધ સમેટી લેવાયું હતું.

Most Popular

To Top