Business

19 નવેમ્બરે બેંક પહોંચનારા ગ્રાહકોને થઈ શકે છે મુશ્કેલી, જાણો શું છે કારણ?

જો તમે સપ્તાહના અંતે બેંક (Bank) સંબંધિત કામ કરવાનું આયોજન કર્યું છે તો આટલું જાણી લેજો. શનિવારે દેશની ઘણી જાહેર ક્ષેત્રની બેંકોમાં (Public Sector Banks) કામ અટકી શકે છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA)ના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે કહ્યું છે કે જ્યારે કેટલીક બેંકોમાં નોકરીઓના આઉટસોર્સિંગને (Outsourcing Of Job) કારણે નીચલા સ્તરે ભરતીમાં ઘટાડો થયો છે ત્યારે ગ્રાહકોની (Customers) ગોપનીયતા અને તેમના પૈસા (Privacy And Money) પણ જોખમમાં મુકાઈ રહ્યા છે. જેના વિરોધમાં જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) ની કામગીરી શનિવારે એટલે કે 19 નવેમ્બરના રોજ પ્રભાવિત થઈ શકે છે. બેંક યુનિયન AIBEA એ નોકરીઓના સતત આઉટસોર્સિંગના વિરોધમાં શનિવારે હડતાળનું આહ્વાન કર્યું છે.

જો કે બેંક અધિકારીઓ આ હડતાળનો હિસ્સો નહીં હોય પરંતુ જો અન્ય બેંક કર્મચારીઓ હડતાળ પર જાય છે તો બેંક શાખાઓમાં રોકડ જમા, ઉપાડ અને ચેકના ક્લિયરિંગ વગેરે સંબંધિત કામગીરીને અસર થઈ શકે છે. બેંક ઓફ બરોડા અને પંજાબ એન્ડ સિંધ બેંક સહિતની કેટલીક બેંકોએ તેમના ગ્રાહકોને જો 19 નવેમ્બરની હડતાલ લાગુ પડશે તો સેવાઓ પર શું અસર પડશે તેની જાણકારી આપી દીધી છે.

પંજાબ એન્ડ સિંધ બેંકે ગુરુવારે એક નિયમનકારી ફાઇલિંગમાં કહ્યું છે કે જો હડતાળ હોય તો બેંકના કર્મચારીઓનો એક ચોક્કસ વર્ગ આ તારીખે હડતાળમાં જોડાઈ શકે છે. આ સ્થિતિમાં એવી આશંકા છે કે બેંકની શાખાઓ અને કાર્યાલયો કામ કરશે નહીં. સામાન્ય રીતે. કામ પર અસર થઈ શકે છે.

ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA)ના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે કહ્યું છે કે જ્યારે કેટલીક બેંકોમાં નોકરીઓના આઉટસોર્સિંગને કારણે નીચલા સ્તરે ભરતીમાં ઘટાડો થયો છે ત્યારે ગ્રાહકોની ગોપનીયતા અને તેમના પૈસા પણ જોખમમાં મુકાઈ રહ્યા છે.

હડતાલ શા માટે છે
બેંક યુનિયનો દ્વારા હડતાળ પર જવા પાછળનું સૌથી મહત્વનું કારણ બેંકોની કામગીરીનું આઉટસોર્સિંગ આપવામાં આવ્યું છે. તેના વિરોધમાં યુનિયનો શનિવારે બેંક હડતાળ પર જઈ રહ્યા છે. AIBEAના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે કહ્યું કે હડતાલ જાહેર ક્ષેત્રની બેંકોના કામકાજને અસર કરી શકે છે. જો કે ખાનગી ક્ષેત્રની બેંકો આનાથી પ્રભાવિત થશે નહીં.

Most Popular

To Top