Entertainment

ફિલ્મની રિલીઝ પહેલા જ “દ્રશ્યમ 2એ” કરી આટલા કરોડની કમાણી, કરી શકે છે ઘમાકેદાર ઓપનિંગ

મુંબઈ: અભિનેતા (Actor) અજય દેવગનની જાણીતી ફિલ્મ ‘દ્રશ્યમ’ પછી ચાહકો તેના બીજા ભાગ (Part 2) ‘દ્રશ્યમ 2’નો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં જો કે હવે ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે કારણકે આ ફિલ્મના (Film) બીજા ભાગની રિલીઝમાં માત્ર એક જ દિવસ બાકી છે. આ ફિલ્મ 18 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે. નિર્માતાઓએ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દીઘું છે. એડવાન્સ બુકિંગ શરૂ કર્યા પછી જાણવા મળ્યું છે કે ફિલ્મને દર્શકો તરફથી ફિલ્મની રીલિઝ પહેલા જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અજય દેવગનની આ ફિલ્મ બોલિવુડમાં ઘમાકેદાર ઓપનિંગ કરી શકે છે.

જણાવી દઈએ કે અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ’ કે જે વર્ષ 2015માં આવી હતી તેમાં જબરદસ્ત સસ્પેન્સ થ્રિલર બતાવવામાં આવ્યું હતું અને દરેક સીન પછી દર્શકોની સામે એક સસ્પેન્સ આવી રહ્યું હતું. આ જ કારણ છે કે આ ફિલ્મ લોકોને તેઓની જગ્યા પરથી ખસવા કે ઉઠવા દેતી ન હતી. તેમજ લોકોને હવે આગળ શું થશે તે જાણવા માટે બેસી રહેવા માટે મજબૂર કરી રહી હતી. હવે જ્યારે તેનો બીજો ભાગ રિલીઝ થવા જઈ રહ્યો છે ત્યારે લોકોમાં પણ તેના વિશે ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે. જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, ‘દ્રશ્યમ 2’ એ એડવાન્સ બુકિંગમાં પણ સારી કમાણી કરી છે.

અજય દેવગનની મુખ્ય ભૂમિકામાં આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘રનવે 34’ અને થેન્ક ગોડ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી, પરંતુ ‘દ્રશ્યમ 2’ના પહેલા ભાગની સફળતાને જોતા આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. ફિલ્મ અંગેના એડવાન્સ બુકિંગની વાત કરીએ તો મળતી માહિતી અનુસાર ‘દ્રશ્યમ 2’ એ તેની રિલીઝ પહેલા જ અત્યાર સુધીમાં લગભગ 4.25 થી 4.50 કરોડનું કલેક્શન કર્યું છે અને આવતીકાલ સુધી તેમાં વધારો જોવા મળી શકે છે. ફિલ્મ ‘દ્રશ્યમે’ વર્ષ 2015માં પ્રથમ દિવસે લગભગ 5.87 કરોડની ઓપનિંગ લીધી હતી, હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે તેનો બીજો કિસ્સો જૂનો રેકોર્ડ તોડે છે કે નહીં.

‘દ્રશ્યમ 2’માં અજય દેવગનની સાથે સ્ટારકાસ્ટની વાત કરીએ તો અભિનેત્રીઓ શ્રિયા સરન અને ઈશિતા દત્તા અને તબ્બુ જૂની સ્ટાર કાસ્ટમાં પરત ફરી રહી છે. જ્યારે અભિનેતા અક્ષય ખન્ના આ વખતે ડેશિંગ પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. સેમના ગુમ થવાનો કેસ ફરીથી ખોલવો મતલબ કે જ્યાં વાર્તા પૂરી થઈ હતી ત્યાંથી કેસ ફરી ખોલવામાં આવશે પણ સાત વર્ષ પછી.

Most Popular

To Top