Madhya Gujarat

ખરોડ ગામના યુવક-યુવતીનો સાથે ફાંસો ખાઇને આપઘાત

હાલોલ: ઘોઘંબા તાલુકાના એક ગામમાં રહેતા બે સગીર યુવક અને સગીર યુવતીએ ગામ નજીક કોઈક અગમ્યકારણોસર ઝાડ પર એક સાથે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. જે અંગેની જાણ થતાં, ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રીત થઈ ગયા હતા. જ્યારે રાજગઢ પોલીસને જીણ થતાં, પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહોને ઝાડ પરથી ઉતારી પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપ્યા હતા, ને પ્રાથમિક ધોરણે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી.

જ્યારે બંન્ને યુવક ને યુવતી ની સ્મશાન યાત્રા એક સાથે નિકળતા, તેમના પરિવારજનો સહિત સમગ્ર ગામમાં ભારે શોકની લાગણી પ્રસરી ગયેલ હતી.ઘોઘંબા તાલુકાના એક ગામમાં રહેતા બે સગીર યુવક અને સગીર યુવતીએ કોઈક અગમ્યકારણોસર ગામની નજીક ડુંગર તરફ જવાના રસ્તા ઉપર આવેલા આંબલીના ઝાડ પર એક જ ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. જે અંગેની જાણ થતાં, ગ્રામજનો મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડ્યા હતા, ને બંન્ને યુવક ને યુવતીની ઓળખ કરી તેમના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ ત્યાં દોડી આવ્યા હતા, ને પોતાનાવ્હાલસોયાઓને આમ જોઈને તેમના માથે જાણે આભ તુટી પડ્યુ હતું.

જ્યારે રાજગઢ પોલીસને જાણ થતાં, પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી બંન્ને મૃતદેહોનેઝાડ પરથી ઉતારીને પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપી, પ્રાથમિક ધોરણે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી. જ્યારે એક જ ગામનાસગીર યુવક અને યુવતીની સ્મશાન યાત્રા એક સાથે નિકળતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. જ્યારે આ બંન્ને સગીર યુવક અને સગીર યુવતી, એકબિજાની સાથે ગળાડૂબ  પ્રેમમાં હતાં.

Most Popular

To Top