Columns

મૂર્ખ શિષ્યો

એક દિવસ ઉનાળાની બપોરે ગુરુજી વામકુક્ષી લેવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં એક સાથે બે શિષ્યો આવ્યા અને બંને જણ ગુરુજીની સેવા કરવામી જીદ કરવા લાગ્યા. ગુરુજીએ કહ્યું, ‘તમે બંને નક્કી કરી લો કોણ અત્યારે સેવાકારશે અને કોણ રાત્રે ??’ પણ બંને શિષ્યોમાંથી કોઈ માનવા અને સમજવા તૈયાર જ ન હતું. એક જ જીદ અમને સેવા કરવા દો ગુરુજીએ કહ્યું, ‘મારો આરામનો સમય છે હું આરામ કરું છું તમારે બંનેએ જે નક્કી કરવું હોય તે કરો.’ગુરુજી સુઈ ગયા…બંને શિષ્યોએ નક્કી કર્યું કે ગુરુજીને બે ભાગમાં વહેંચી લઈએ ; ડાબો ભાગ તારો અને જમનો ભાગ મારો ….એક જણે પોતાના ભાગમાં આવેલા ડાબા પગની સેવા કરવણી શરુ કરી અને બીજો જમણો પગ ચાંપવા લાગ્યો.

ગુરુજી ભર ઊંઘમાં હતા, તેમને શિષ્યોએ નક્કી કરેલી રીતની કયા ખબર હતી તેઓ તો ઊંઘમાં પડખું ફર્યા અને જમણો પગ ડાબા પગ પર પડ્યો. જેનો જમણો પગ હતો તે તો પગ ડાબી રહ્યો હતો પણ હવે ડાબો પગ દબાવવા વળો શિષ્ય સેવા કરી શકે તેમ ન હતો. તેને ગુસ્સો આવ્યો, તેણે કહ્યું, ‘તારા પગને મારા પગ પરથી દુર હટાવ …નહીં તો જોવા જેવી થશે..’બંને શિષ્યો લડવા લાગ્યા..પગ હટાવ અને પગને હાથ લગાડીશ તો ખબરદાર છે તેવી બુમો પાડવા લાગ્યા…વાત વધી પડી ..હાથમાં લાકડી લઈને બંને બોલ્યા તારો પગ હટાવ નહિ તો ભાંગી નાખીશ..

મુર્ખ શિષ્યો પોતાના ભાગના પગ માટે લડતાં હતા ..પણ પગ તો ગુરુજીના હતા …ગુરુજીની સેવા કરવા આવ્યા હતા અને હવે ગુરુજીના પગ ભાંગવાની વાતો કરી રહ્યા હતા.તેમના ઝઘડાને કારણે ગુરુજીની ઊંઘ ઉડી ગઈ…પણ તેમણે તરત આંખો ન ખોલી અને બધી બાબત જાણી …ઝઘડો વધી રહ્યો હતો મુર્ખ શિષ્યો હવે પગ ભાંગવાની અને ગરદન કાપવાની વાત પર પહોંચી ગયા હતા. ગુરુજી ઉઠ્યા અને બંને શિષ્યોના કાન પકડ્યા અને બોલ્યા, ‘શું છે તમે કરવા આવ્યા હતા સેવા અને હવે કરો છો ઝઘડા…અને આ બંને પગ મારા છે ..તમારા ક્યાંથી થઇ ગયા કે હક્કદાવો કરો છો…ચાલો ભાગો અહીંથી હું આવા મુર્ખ શિષ્યોની સેવા લેવા ઈચ્છતો નથી.’શિષ્યો ચુપચાપ ચાલી ગયા. ભગવાનના નામ પર કે જાતિ ,ધર્મ ના નામ પર આપણે પણ ભગવાનના માલિક બની તેના અસતીત્વ પર ઝઘડા કરી આ મુર્ખ શિષ્યો તો બનતા નથી ને.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top