SURAT

વિદ્યાર્થીને ઇન્ટરનલ માર્ક્સ આપવાનું ભૂલી જનાર કોલેજ અને ડિપાર્ટમેન્ટને દંડ થશે

સુરત: હવે કોલેજો (Collage) કે ડિપાર્ટમેન્ટો (Department) ભૂલથી પણ વિદ્યાર્થીના ઇન્ટરનલ માર્ક્સ (Internl Markes) આપવાનું ભૂલી જશે તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) પેનલ્ટી વસૂલશે. જેમાં પણ વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછી એક હજાર અને વધુમાં વધુ યુનિવર્સિટી તરફથી જે નક્કી કરવામાં આવશે એટલી પેનલ્ટી વસૂલ કરાશે. આ જ મમાલે યુનિવર્સિટીએ લો ડિપાર્ટમેન્ટના એક નિરિક્ષકને ચાર વિદ્યાર્થીના ઇન્ટરનલ માર્ક્સ નહીં આપવા બદલ ચાર હજારની પેનલ્ટી કરી છે.

હાલની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટનો એક કેસ આવ્યો હતો. જેમાં જૂન-2022ની એલએલએમની સેકેન્ડ સેમેસ્ટરની મુખ્ય જાહેર પરીક્ષામાં નિરિક્ષક ભૂલથી ઇન્ટરનલ વાયવાના માર્ક્સ આપવાના ભૂલી ગયા હતા અને ચાર વિદ્યાર્થીને છોડી યુનિવર્સિટીએ એલએલએમના તમામ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યું હતું. આમ, આ સ્થિતિ સર્જાતા જ ચારેય વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીને લેખિતમાં ફરિયાદ કરી હતી. જે પછી યુનિવર્સિટીએ લો ડિપાર્ટમેન્ટ પાસે લેખિતમાં જવાબ માંગ્યો હતો. જેમાં લો ડિપાર્ટમેન્ટે જૂના સિન્ડિકેટના નિર્ણયને જોતા જવાબ લેખિતમાં આપ્યો હતો કે ઇન્ટરનલ વાયવાના માર્ક્સ શરતચૂકથી નિરિક્ષથી આપવાના રહી ગયા છે.

યુનિવર્સિટીએ જે તે સેમેસ્ટર અથવા વર્ષનું પરિણામ જાહેર થયા બાદ જો કોઇ ઇન્ટરનલ અથવા પ્રેક્ટિકલ માર્ક્સ શરતચૂક અથવા વહીવટી ભૂલથી આપવાના રહી ગયા હોય તો 30 દિવસમાં યુનિવર્સિટીને લેખિત આધાર પુરાવા સાથે આપવાના રહેશે. પણ તે પરિપત્રમાં ઇન્ટરનલ વાયવા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આમ, આવી બાબતથી યુનિવર્સિટીએ ચારેય વિદ્યાર્થીઓના ઇન્ટરનલ વાયવાના માર્ક્સ એડ કરી પરિણામ જાહેર કર્યું હતું. જે પછી પરીક્ષા વિભાગે પરિપત્રમાં ઇન્ટરનલ વાયવા માર્ક્સ શબ્દો વધારવા માટે રજૂઆત કરી હતી. આ જ મામલે એકેડેમિક કાઉન્સિલે જણાવ્યું હતું કે પ્રેક્ટિકલનો આંતરિક ભાગ જ વાયવા હોય છે. જેથી તે શબ્દો એડ કરવાની જરૂર નથી. જેથી હાલના કેસ સહિત હવેથી જે તે જવાબદાર વ્યક્તિ અથવા સંસ્થાએ આવા પ્રકારની ભૂલ કરશે તો પછી ઓછામાં ઓછા એક હજાર અને વધુમાં વધુ યુનિવર્સિટી તરફથી જે નક્કી કરવામાં આવશે તે મુજબ પેનલ્ટી ભરવાની રહેશે.

Most Popular

To Top