Vadodara

શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત, પાલિકાની કામગીરી નિષ્ક્રીય

વડોદરા : શહેરમાં રખડતા ઢોર કારણે દિનપ્રતિદિન અકસ્માતના બનાવ વધુને વધુ બનતા જ જાય છે. જેને કારણે મેયરની સીધી સુચનાથી પાલિકા દ્વારા શહેરમાં ઢોરને કારણે થયેલ અકસ્માતના બનાવ બાદ મોડે મોડે જાગી હતી. તેવામાં પાલિકા દ્વારા થોડા દિવસ પહેલા ફક્ત નવ ઢોરવાડા શીલ કરીને સંતોષ માન્યો હતો. પાલિકાએ ઢોર પાર્ટીની ટીમે પોલીસને સાથે રાખીને વાધોડીયા રોડ ખાતે આવેલ નવ ઢોરવાડા  શીલ કર્યા હતા. જેમાં પશુપાલકો જોડે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. અને પાલિકાની ટીમ પર લાકડી અને પાવડા વડે મહિલાએ હુમલો પણ કર્યો હતો. જેથી પશુ પાલકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. છતાં પણ આટલું બધા બનાવ બાદ પણ પાલિકા હજી સુતી હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા શહેરના રોડ રસ્તા પર હજુ પણ રખડતા ઢોર રખડી રહ્યા છે. આમ પાલિકા ફક્ત ઉચી ઉચી વાતો કરે છે અમે ઢોર પકડીએ છીએ તો આ ઢોર આવે છે ક્યાંથી તે શહેરીજનોમાં એક પ્રશ્ન ઉદભવે છે.

પશુપાલકોમાં રોષ ફેલાત  ગઈકાલે  માલધારી સમાજના અગ્રણીઓ, ભાજપના કોર્પોરેટર વિનોદ ભરવાડ તથા કોગેસના કોર્પોરેટર જહા ભરવાડની આગેવાનીમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર કેયુર રોક્દીયાને રજૂઆત કરવા ગયા હતા ત્યારે મેયરે જણાવ્યું હતું કે રખડતા ઢોરને લીધે આવી કોઈ પણ ગંભરી ઘટના બનશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. રખડતા ઢોર તમારી પ્રિમાંઈસીસ માજ રાખો તેને રસ્તે રખડતા ના રાખો જેથી કોઈ શહેરીજનોને નુકશાન ન થાય. છતાં પણ વડોદરા શહેરમાં રોજે રોજે રસ્તા પર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. પાલિકા દ્વારા  વડોદરા શહેરની બહાર ઢોર પકડતા હોય તેમ લાગી રહ્યું છે. કારણે કે ઢોર તો દરરોજ પકડે છે તો શહેરની મધ્યમમાં આવેલ વિસ્તારમાં કેમ ઢોર પકડતી નથી. શહેરના ગીચ વિસ્તારમાં તો રાત્રે તો ઠીક છે પણ દિવસે પણ ઢોરોના ઝુંડ ઝુંડ ફરે છે. તો પાલિકા દ્વારા આવા વિસ્તારમાં ક્યારે ઢોર પકડશે તે એક ચર્ચાનો વિષય બની ગયો છે.

Most Popular

To Top