Gujarat

રાજ્યમાં એકપણ જિલ્લા સહકારી બેંક ભાજપ સરકાર સ્‍થાપી શક્‍યું નથી : કોંગ્રેસ

ગાંધીનગર: રાજ્‍યના વિકાસનો મુખ્‍ય પાયો હોય તો તે નાના ઉદ્યોગો (Small businesses) છે. રાજ્‍યમાં ૨૭ વર્ષથી ભાજપનું (BJP) શાસન છે અને ૨૦૧૪થી દેશમાં શાસન છે. પરંતુ રાજ્યમાં (Stat) એકપણ જિલ્લા સહકારી બેંક ભાજપ સ્‍થાપી શક્‍યું નથી. ઈફકો, ક્રીભકો જેવી સંસ્‍થા હોય, અમૂલ જેવી સંસ્‍થા હોય, નાબાર્ડ કે નાફેડ જેવી સંસ્‍થા હોય, તેની સ્‍થાપનાનું શ્રેય કોંગ્રેસને (Congress) જ પ્રાપ્‍ત થાય છે અને એના કારણે જ આજે ગુજરાત (Gujarat) નંબર વન બન્‍યું છે, તેવું વિધાનસભામાં ઉદ્યોગ અને ખાણ, શહેરી વિકાસ, કૃષિ, ખેડૂત કલ્‍યાણ અને સહકાર વિભાગની માંગણીઓ પર ચર્ચામાં ભાગ લેતાં વિરજી ઠુમ્‍મરે જણાવ્‍યું હતું.

વિરજી ઠુમ્‍મરે વધુમાં કહ્યું હતું કે ભાજપ સરકાર વાયબ્રન્‍ટની વાતો કરે છે. ૩ લાખ ૫૭ હજાર જેટલા મધ્‍યમ-લઘુ-સૂક્ષ્મ ઉદ્યોગો છેલ્લા કેટલાંક વર્ષોમાં બંધ થયા છે. ભૂતકાળની સરકારોએ નાના ઉદ્યોગોને ટેકો મળે તેના માટે ડી.આઈ.સી. જેવા જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રો સ્‍થાપ્‍યા હતા. છેલ્લા એક વર્ષમાં અમરેલી જિલ્લામાં ૯૦૦ નાના ઉદ્યોગોએ લોન લેવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રને ફોર્મ ભરીને આપ્‍યા છે. આ ૯૦૦ પૈકી માત્ર ૬૧ જણાને જ લોન આપવામાં આવી છે. આખા ગુજરાતમાં જોવા જઈએ તો લાખો યુવાનોએ સ્‍વરોજગારી માટે લોન મેળવવા જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રમાં અરજી કરી છે, પરંતુ બેંકો લોન આપતી નથી. બેરોજગારોને બેંકો લોન આપતી નથી અને ૨૩ હજાર અબજોપતિઓ દેશ છોડીને ભાગી જાય છે.

Most Popular

To Top