Vadodara

એફોર્ડેબલ હાઉસને ભાડે ચઢાવવા સ્થાયી સમિતિમાં થશે ચર્ચા

વડોદરા: કેન્દ્ર સરકારની એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં માર્ગદર્શિકા ગાઇડલાઇન મુજબ વડોદરા શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં કૂલ મળી 748 આવાસોના ARHCs ની ગાઇડલાઇન મુજબ ARHCs માં સમાવેશ કરી ભાડેથી આપવા માટેના કામે એજન્સી M/S IRINA HOSPITALITY PVT. LTD દ્વારા ભરવામાં આવેલ રૂ.20,72.05.642-ના ભાવપત્રને જરૂરી મંજુરી આપવાની તેમજ સદર કામગીરી અંગેના તમામ આનુસાંગિક નિર્ણય લેવા અંગે મ્યુનિસિપલ કમિશનરને સત્તા સુપ્રત કરવાની મંજુરી આપવાની કમિશનર તરફથી આવેલી ભલામણ જોવાઇ તેને મંજુરી આપવા અંગે નિર્ણય લેવાશે.

જો કે આ .નિર્ણય 18.12.2021 ના રોજ મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં મુલતવી રાખવામાં આવ્યો હતો, ત્યાર બાદ એપ્રિલ 2023 માં પણ આ મુલતવી રાખવામાં આવ્યો હતો. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પ્રધાનમંત્રી આવાસ સ્કીમોમાં એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ યોજના અંતર્ગત 748 આવાસોને કામગીરી માટેની દરખાસ્ત રજૂ થઈ છે. જેમાં 100 કરોડથી વધુ બનાવેલા આવાસ યોજના ના મકાન નો મળતિયા કોન્ટ્રાકટર ને આપી દેવાનો કારસો રચાયો છે જેમાં પાલિકાને નુકસાન છે .112 કરોડની થી વધુ બનેલ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પ્રધાનમંત્રી આવાસ સ્કીમોમાં એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ યોજના અંતર્ગત 748 આવાસો પ્રોજેક્ટ માત્ર ઇજારદારને ફાયદો કરાવી ને પાલિકાને માત્ર ૨૫ વર્ષે 20 કરોડ આપવાની વાત થઇ હતી જોકે દરખાસ્ત માં ૭૪૮ આવાસોમાં કોર્પોરેશને બાંધકામ કર્યું તેનો ખર્ચ , પાલિકા ની જમીન ની કિંમત,તેની વેલ્યુ ની ગણતરી દરખાસ્ત મૂકવામાં આવી ન હતી.

20 કરોડ સામે કોન્ટ્રાક્ટરને 67 કરોડ મળે
શહેરના સયાજી પુરા હરણી તથા છાણી ખાતે 748 લગોલગ મકાન બનાવવામાં આવેલા છે જેમાં બે રૂમ રસોડાનો એવરેજ ભાડું 3000 કરીએ તો (હકીકત માં એ વિસ્તારમાં 5 હજાર ભાડા વગર મકાન મળતા નથી) અને ૨૦ કરોડ તે હશે દર મહિને 25 વર્ષ સુધી પાલિકાને આપવામાં આવશે. સદર નીતિ મુજબ covid-19 યોજના હેઠળ શહેરમાં ગરીબો, શ્રમિકો, મજૂરો, રીક્ષા ચાલકો, લાંબા ગાળા ના પ્રવાસીઓ, વિધાર્થીઓ માટે સ્કીમ ઉભી થઇ છે. કોન્ટ્રાક્ટ માં લખવામાં આવેલ ભાવ વધારા નેગોશિયેબલ કરીને રૂપિયા 20,72,05,642 કરોડ નું પ્રીમિયમ નક્કી થતું હોય તો ભાડા ની રકમ ખર્ચ થાય તો કોન્ટ્રાકટર ને 25 વર્ષે રૂપિયા 67,32,00,000નો ફાયદો થાય છૅ.

Most Popular

To Top