Entertainment

જાપાનમાં ‘RRR’ની મોટી સફળતા, SS રાજામૌલીએ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હી : એસએસ રાજામૌલીની (SS Rajamouli) ફિલ્મ ‘RRR’ સતત સફળતાના નવા નવા શિખરો સર કરી રહી છે. ફિલ્મમાં ધમાલ મચાવતું સોન્ગ ‘નાટુ-નાટુ’ બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર (Oscar) માટે નોમિનેટ થયું છે. આ ફિલ્મેં અનેક એવોર્ડ જીતી ઘણા કીર્તિમાન સ્થાપિત કરી ચુકી છે. હવે આ ફિલ્મના નામમાં વધુ એક સફળતાનો ઉમેરો થયો છે જેણે માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ ભારતનું નામ પણ ગૌરવવંતું કર્યું છે. ફિલ્મ ‘RRR’ જાપાનમાં (Japan) બોક્સ ઓફિસ પર 100 દિવસ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની છે.

  • ‘RRR’ સતત સફળતાના નવા નવા શિખરો સર કરી રહી છે
  • જાપાનના દર્શકો પણ ‘RRR’ ફિલ્મના જાદુથી આફરીન થયા
  • ફિલ્મના ગીત ‘નાટુ નાટુ ‘ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સથી સન્માનિત કરાયું

જાપાનના દર્શકો પણ ‘RRR’ ફિલ્મના જાદુથી આફરીન થયા
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને અન્ય દેશોમાં ધૂમ મચાવનારા ‘RRR’ જાપાનમાં ગત 21 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ જાપાની દર્શકોનો ઘણો પ્રેમ મેળવી રહી છે. દેશમાં જ નહીં, વિદેશોમાં પણ ફિલ્મ ‘RRR’ની ખૂબ ચર્ચા થઈ રહી છે. ફિલ્મના ગીત નાતુ નાતુએ ઓસ્કાર નોમિનેશનની યાદીમાં સ્થાન મેળવીને સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે.

ફિલ્મના ગીત ‘નાટુ નાટુ ‘ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સથી સન્માનિત કરાયું છે
યમને અહીં જણાવી દઈએ કે ફિલ્મ ‘RRR’ 12 માર્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે વિશ્વભરના સિનેમાઘરોમાં રૂ. 1,200 કરોડની કમાણી કરી છે. ફિલ્મનું હિન્દી વર્ઝન 20 મેના રોજ Netflix પર રિલીઝ કરવામાં આવ્યું હતું અને ટૂંક સમયમાં જ આ ફિલ્મ વિશ્વભરમાં OTT પ્લેટફોર્મ પર ભારતની સૌથી લોકપ્રિય ફિલ્મ બની ગઈ હતી. ફિલ્મના ગીત ‘નાટુ નાટુ ‘ને તાજેતરમાં 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળ્યો હતો.

RRRનું ગીત ‘નાટુ નાટુ ‘ ત્રીજું મોટું આંતરરાષ્ટ્રીય નામાંકન
RRR’નું ગીત ‘નાટુ નાટુ’ શ્રેષ્ઠ સંગીતની શોર્ટલિસ્ટમાં સ્થાન પામ્યું છે. SS રાજામૌલીની ફિલ્મ ‘RRR’ના લોકપ્રિય તેલુગુ ગીત ”નાટુ નાટુ’ માટે આ ત્રીજું મોટું આંતરરાષ્ટ્રીય નામાંકન છે. અખિલ ભારતીય ફિલ્મ 1920 ના દાયકાના બે ભારતીય ક્રાંતિકારીઓ – અલ્લુરી સીતારામ રાજુ (રામ ચરણ) અને કોમારામ ભીમ (જુનિયર એનટીઆર) ની આસપાસ વણાયેલી છે. પરંતુ આ આઝાદી પૂર્વેના ભારતની કાલ્પનિક વાર્તા છે.

Most Popular

To Top