Business

સોનીએ ચીનને આપ્યો આંચકો! સ્માર્ટફોન પર પ્રતિબંધ, ડ્રેગનને થશે મોટું નુકસાન

જાપાનની ટેક જાયન્ટ (Japanese tech giant) સોનીએ (Sony) ચીન (China) સામે મોટું પગલું ભર્યું છે. હવે કંપનીએ પોતાની સ્માર્ટફોન સ્ટ્રેટેજી બદલી છે. અહેવાલો કહે છે કે કંપની ચીનના સ્પર્ધાત્મક બજારમાંથી બહાર નીકળવાની યોજના બનાવી રહી છે. આવનારા દિવસોમાં સોનીની આ યોજના ચીનને આંચકો આપી શકે છે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપની ચીનમાં તેનો આગામી Xperia સ્માર્ટફોન લોન્ચ કરશે નહીં. આનો અર્થ એ થયો કે કંપનીની ચીનના માર્કેટમાંથી બહાર નીકળવાની સંપૂર્ણ યોજના બની ગઈ છે. જો કે આવો નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ અન્ય એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સોનીને ચાઈનીઝ સ્માર્ટફોન્સ સામે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને કંપનીને માર્કેટમાં તે સ્થાન મળ્યું નથી જે તેની અપેક્ષા હતી. આ જ કારણ છે કે હવે કંપનીએ તેમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે.

એરિક્સનનો હિસ્સો સંભાળ્યા પછી સોનીએ ચીનમાં તેના સ્માર્ટફોનની શરૂઆત કરી. શરૂઆતમાં સોનીના સ્માર્ટફોનને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે વધતી સ્પર્ધાને કારણે કંપની પાછળ પડી રહી હતી. આ જ કારણ છે કે ચાઈનીઝ સ્માર્ટફોન માર્કેટમાં સોનીનો હિસ્સો ખૂબ જ ઓછો હતો. જો કે આનાથી સોની ચીનના બજારમાંથી બહાર તો નહીં થાય. કંપની હજુ પણ બજારમાં તેની હાજરી જાળવી રાખશે.

સોનીના પાવરફુલ સ્માર્ટફોન કેમેરા સેન્સર ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. આ જ કારણ છે કે તેમને માર્કેટમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. જો કે સોની દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. આથી અત્યારે કહી શકાય તેમ નથી કે જો કંપની માર્કેટમાંથી નીકળી જશે તો પણ કેટલો સમય લાગશે. Sony Xperia સ્માર્ટફોનને લઈને ઘણા અહેવાલો સામે આવી રહ્યા છે. સોની હાલમાં ઇન-કેમેરા ડિજિટલ સિગ્નેચર ટેકનોલોજી પર પણ કામ કરી રહી છે.

Most Popular

To Top