National

શ્રીગંગાનગર: આર્મી જિપ્સી અનિયંત્રિત થતા ખાડામાં પડી, સળગી જવાથી 3 જવાનોનું દર્દનાક મોત

શ્રીગંગાનગર: રાજસ્થાનના (Rajasthan) શ્રીગંગાનગરથી મોટો સમાચાર સામે આવી રહ્યો છે. અહીં સુરતગઢ માં અકસ્માતમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે 5 ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સૈન્યની (Army Force) જિપ્સી છતરગઢ રોડ પર અનિયંત્રિત થઈને ખાડામાં પડી ગઈ હતી. જેના કારણે જિપ્સીમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં ત્રણ સૈનિકોનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ જવાન ઘાયલ થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, દુર્ઘટના બુધવારે બપોરે અ અઢી-ત્રણ વાગ્યે સુરતગઢ -છતરગઢ માર્ગ પર ઈન્દિરા ગાંધી કેનાલની 303RDની પાસે બની હતી. અહીં એક સૈન્યની જિપ્સી અનિયંત્રિત રીતે ખાડામાં પડી . પલટી થયા પછી જિપ્સીમાં ભીષણ આગ (Fire) લાગી હતી. આ અકસ્માતમાં જિપ્સીમાં સૈન્યના 3 જવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને દુઃખદ અવસાન થયું હતું. તે જ સમયે, પાંચ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત જવાનોને સુરતગઢની ટ્રોમા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સૈન્ય હોસ્પિટલ લઈ જવાયા છે.

જણાવી દઈએ કે આ સેનાના જવાનો બાથિંડાના 47-AD યુનિટના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તે ટ્રેનિંગ માટે સુરતગઢ આવ્યા હતા . ઘટના બાદ આસપાસના ગ્રામજનોએ કોઈક રીતે આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં 3 સૈનિકો જીવંત બળી ગયા હતા. ગ્રામજનોની બાતમીના આધારે રાજયસર પોલીસ મથક સ્થળ પર પહોંચી અને ગંભીર રીતે ઘવાયેલા પાંચ જવાનને સુરતગઢ ની ટ્રોમા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની સાથે 3 મૃત સૈનિકોની લાશને સુરતગઢ હોસ્પિટલમાં રાખવામાં આવી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત પછી જિપ્સીના ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા અને બેહોશ થઈ ગયા હતા. તેઓ જિપ્સીમાં જ ફસાઈ ગયા હતા. આ કારણે તેઓ તેમાં જીવંત સળગી ગયા હતા. મૃતકોમાં એક સૈન્યનો સુબેદાર હોવાનું જણાવાયું છે. અન્ય બે સૈન્ય જવાન છે .

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top