National

સોનિયા ગાંધી કોરોના પોઝીટીવ, સંપર્કમાં આવેલા અનેક નેતાઓ પણ સંક્રમિત

નવી દિલ્હી: સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ માહિતી આપી છે. રણદીપ સુરજેવાલાએ એમ પણ કહ્યું કે અગાઉ સોનિયા ગાંધી જેમને મળ્યા હતા તેમાંથી ઘણા નેતાઓ અને કાર્યકરો પણ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. સુરજેવાલાના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીને બુધવાર સાંજે હળવો તાવ આવ્યો હતો, જે બાદ તેઓએ કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યા હતા.

સંપર્કમાં આવેલા નેતાઓ પણ બન્યા સંક્રમણનો શિકાર
સુરજેવાલાએ કહ્યું કે સોનિયા ગાંધી હાલ સેલ્ફ કવોરન્ટાઈન થઇ ગયા છે. તેઓની સારવાર ચાલી રહી છે. તેમજ તેઓ હાલમાં સ્વસ્થ છે. તેમને કહ્યું કેસોનિયા ગાંધી 2-3 દિવસમાં સારા થઇ જશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની અગાઉ અનેક મીટીંગો યોજાઈ હતી. જેમાં અનેક નેતાઓ જોડાયા હતા. આ ઉપરાંત ગઈકાલે જ સેવાદળના કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ પૈકી અનેક નેતાઓ પણ કોરોના સંક્રમિત થયા છે.

EDએ પાઠવી છે નોટીસ
ઉલ્લેખનીય છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી  અને રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે. કોંગ્રેસના EDએ 8 જૂને સોનિયા ગાંધીને પૂછપરછ માટે  બોલાવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને ગાંધીજીની પૂછપરછ એ શેરહોલ્ડિંગ પેટર્ન, નાણાકીય વ્યવહારો અને યંગ ઈન્ડિયન અને AJLના પ્રમોટરોની ભૂમિકાને સમજવા માટે EDની તપાસનો એક ભાગ છે. જો કે રણદીપ સુરજેવાલાએ કહ્યું કે , 8 જૂન સુધી તેઓ સાજા થઈ જશે.

નેશનલ હેરાલ્ડ કેસ શું છે?
નેશનલ હેરાલ્ડનો મુદ્દો 2012માં ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના કેટલાક નેતાઓએ યંગ ઈન્ડિયન લિમિટેડ (YIL) દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડને ખોટી રીતે હસ્તગત કરી હતી. સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે દિલ્હીમાં બહાદુર શાહ ઝફર માર્ગ પર સ્થિત હેરાલ્ડ હાઉસની રૂ. 2000 કરોડની ઇમારત પર કબજો કરવા માટે આ બધું કરવામાં આવ્યું હતું. ષડયંત્ર હેઠળ યંગ ઈન્ડિયન લિમિટેડને TJLની મિલકતનો અધિકાર આપવામાં આવ્યો છે.

Most Popular

To Top