Dakshin Gujarat

SMCના કર્મચારીએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો, બાઈક ડિવાઇડર સાથે અથડાતાં મોત

સાયણ: (Sayan) કીમ-ઓલપાડ રાજ્ય ધોરી માર્ગ (Highway) ઉપર કદરામા ગામના (Village) વળાંકમાં નહેર (Canal) પાસે SMCના દબાણ ખાતામાં નોકરી (Job) કરતા કદરામા ગામના રોશન પટેલને અકસ્માત (Accident) નડતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રોશનના મોતથી પરિવારજનોમાં શોકની કાલીમાં પ્રસરી ગઈ હતી.

  • ઓલપાડના કદરામા ગામે અકસ્માતમાં SMCના કર્મચારીનું મોત
  • SMCના દબાણ ખાતામાં નોકરી કરતા કદરામા ગામના રોશન પટેલને અકસ્માત
  • સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બાઈક ડિવાઇડર સાથે અથડાઈ હતી

ઓલપાડના કદરામા ગામે વચલા ફળિયામાં રહેતા ખેડૂત સુખદેવ પરષોત્તમ પટેલે કીમ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો ભત્રીજો રોશનકુમાર રતિલાલ પટેલ સુરત મહાનગર પાલિકાના દબાણ શાખામાં નોકરી કરતો હતો. તે તેના પિતાની બજાજ ડિસ્કવર મો.સા.નં.(જીજે-૦૫,કેએસ-૭૪૮૯) ઉપર અપડાઉન કરતો હતો. ગત સોમવારે રાત્રે ૧૧:૩૦ કલાકના સુમારે રોશન પટેલ તેની બાઈક હંકારી કીમ-ઓલપાડ રાજ્ય ધોરી માર્ગ ઉપર કદરામા ગામના વળાંકમાં નહેર પાસેથી પસાર થઈ રહ્યો હતો.

ત્યારે તેણે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બાઈક ડિવાઇડર સાથે અથડાઈ હતી. જેથી બાઈક સ્લિપ થઈ જતાં ગંભીર ઈજાગ્રસ્ત રોશનને બેભાન અવસ્થામાં ઓલપાડના સરકારી દવાખાનામાં સારવાર અર્થે લઈ જવાયો હતો. જ્યાં ફરજ ઉપરના તબીબે તપાસી રોશનને મૃત જાહેર કર્યો હતો. આ બાબતે કીમ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વ્યારાના ઉંમરકુઈ પાસે બાઇક સ્લિપ થતાં પતિનું મોત, પત્ની ઘાયલ
વ્યારા: વ્યારા તાલુકાના ઉંમરકુઇ ગામની સીમમાંથી પસાર થતો રામકૂવાથી ઉંમરકુઇ ગામ તરફ જતા ત્રણ રસ્તા પાસે અજય લલ્લુભાઇ ચૌધરી (રહે., ડુંગરી ફળિયું, ઉંમરકુઇ, તા.વ્યારા) સ્લિપ થઈ જતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા તેમનાં પત્ની ઘવાતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં હતાં. ઉંમરકુઈના અજય ચૌધરી તા.૧૩/૦૩/૨૦૨૩ના રોજ પોતાની હીરો એચિવર મોટરસાઇકલ નં.(જીજે ૨૬ આર ૬૮૫૭) ઉપર પોતાની પત્ની સાથે સાકળી ગામે લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યાંથી પોતાના ગામ પરત થઈ રહ્યા હતા, ત્યારે રાત્રે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં તેમની બાઇક રોડ નીચે ફેંકાઈ ગઈ હતી, જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પાછળ બેસેલી તેમની પત્ની લતાબેન ચૌધરીને ઇજા થઈ હતી.

Most Popular

To Top