Sports

હું એવો ખેલાડી નથી કે જે 40-50 રનની ઇનિંગથી ખુશ થઇ જાઉં : વિરાટ કોહલી

અમદાવાદ : ભારતના (India) સ્ટાર બેટ્સમેન (Batsman) વિરાટ કોહલીએ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથેની વાતચીતમાં એવું સ્વીકાર્યું હતું કે લાંબા સમયથી ટીમ માટે કોઈ નક્કર યોગદાન ન આપવાની બાબતથી હું સતત પરેશાન રહેતો હતો. તેણે કહ્યું હતુ કે તેણે ટેસ્ટમાં મોટી સદી ફટકારવાની આતુરતામાં મેં મારી ઉપર અપેક્ષાઓને હાવી થવા દીધી હતી. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં 186 રન ફટકારીને ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી આવતા ટેસ્ટ સદીના દુષ્કાળનો અંત લાવ્યો હતો. આ તેની ટેસ્ટ કારકિર્દીની 28મી જ્યારે એકંદરે 75મી આંતરરાષ્ટ્રીય સદી હતી.

કોહલીએ કહ્યું હતું કે સાચું કહું તો મેં મારી ખામીઓને કારણે મુશ્કેલીને મારા પર હાવી થવા દીધી. ક્રિકેટમાં ત્રણ આંકડો સુધી પહોંચવાની આતુરતા એવી વસ્તુ છે જે તમને બેટ્સમેન તરીકે વધુ સારી બનાવી શકે છે. તેણે ઉમેર્યું હતું કે હું એવો ખેલાડી નથી જે 40-45 રનથી ખુશ થાય. ટીમ માટે પ્રદર્શન કરવામાં મને ખૂબ ગર્વ થાય છે. વિરાટ કોહલીએ વધુમાં કહ્યું હતું કે જ્યારે હું 40 પર બેટિંગ કરતો હોઉં ત્યારે મને ખબર છે કે હું 150 રન બનાવી શકું છું. પરંતુ આવું ન થવું મને સતત પરેશાન કરતું હતું.

જ્યારે દ્રવિડે તેને પૂછ્યું કે આ પ્રતિકૂળ સમયનો સામનો કરવો કેટલું મુશ્કેલ છે, તો કોહલીએ જવાબ આપ્યો હતો કે જો હું તમને સાચું કહું તો, તે થોડું મુશ્કેલ બની જાય છે કારણ કે જે ક્ષણે તમે હોટલના રૂમમાંથી બહાર નીકળો છો, ત્યારે બહારના લોકોથી માંડીને લિફ્ટમાં હાજર લોકો, બસ ડ્રાઇવર સુધીના બધા જ કહે છે અમને તારી બેટમાંથી સદી જોઈએ છે.

રાહુલ દ્રવિડે કોહલીને કહ્યું, તુએ સદી માટે અમને ઘણી રાહ જોવડાવી, પણ તેનો આનંદ માણવો સારો અહેસાસ હતો
ભારતીય કોચ રાહુલ દ્રવિડે વિરાટ કોહલી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તારી આ ટેસ્ટ સદીનો આનંદ માણવો ખૂબ જ સારો અહેસાસ હતો. તે એક શાનદાર ઇનિંગ્સ હતી. તુએ મને લાંબો સમય તેની રાહ જોવડાવી, પરંતુ તું જે રીતે ઇનિંગ્સમાં આગળ વધ્યો તે જોવું એક લહાવો હતો. રાહુલ દ્રવિડે કહ્યું, ‘મેં તેને એક ખેલાડી તરીકે જોયો છે. મને કોચિંગની જોબ મળી ત્યારથી છેલ્લા 15-16 મહિનામાં મેં તેની બેટથી ટી-20 ઈન્ટરનેશનલ અને વન ડેમાં તેની સદીઓનો આનંદ માણ્યો છે. તેમજ ટેલિવિઝન પર તેની ઘણી સદીઓ જોઈ છે. પણ ડ્રેસિંગ રૂમમાંથી તેની ટેસ્ટ સદીનો આનંદ માણવા હું આતુર હતો.

Most Popular

To Top