World

અમેરિકામાં બે બેંક બંધ થયા પછી બાઈડેને આપ્યું આ નિવેદન

નવી દિલ્હી: અમેરિકામાં (America) સિલિકોન વેલી બેંકની (Bank) નાદારીના કારણે ત્યાંની સ્થિત તંગ બની છે. સિલિકોન વેલી બેંક બંધ થયા પછી સિગ્નેચર બેંકને પણ તાળા (Lock) લાગ્યા હતા. તેમ છતાં ત્યાંની બેંકિંગ સિસ્ટમ (Banking System) સુરક્ષિત છે તેવું અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું હતું. બાઈડેને લોકોને અને ત્યાંની કારોબારી સંસ્થાઓને ભરોસો અપાવ્યો છે કે સિલિકોન વેલી અને સિગ્નેચર બેંક બંધ થવાથી કરદાતાઓના નાણાંને કોઈ ખતરો નથી તેમજ તેઓએ લોકોને ભરોસો અપાવ્યો છે કે બેંકમાં જમા રુપિયા તેઓને જરુરત પડતા મળી જ જશે.

અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે ‘મને ખુશી છે કે તેઓ બે સમસ્યા આવી પડી છે તેના ઝડપી ઉકેલ સુધી પહોંચી ગયા છે, જે અમેરિકન કામદારો અને નાના વ્યવસાયોને સુરક્ષિત રાખશે અને નાણાંકીય વ્યવસ્થાને પણ સુરક્ષિત રાખશે. વધુમાં તેમણે કહ્યું કે આવા સમયે તેઓ અમેરિકાના લોકો અને વ્યવસાયોને વિશ્વાસ અપાવે છે કે તેઓને જ્યારે જરૂર હશે ત્યારે તેઓ તેમની બચતનો ઉપયોગ કરી શકશે.

બેંકિગ નિયમો કડક બનાવવા આદેશ: બાઈડેન
આ ઉપરાંત બાઈડેને બેંકિગ સેકટરમાં આવેલા આ તણાવના માહોલ વચ્ચે પહેલાની સરકાર પર પણ નિશાન સાધ્યા હતા. તેઓએ કહ્યું કે ઓબામાં-બાઈડેનની સરકારના સમયે 2008માં આવેલી સમસ્યાથી બચવા માટે બેંકના માટે અમુક કડક નિયમો ધડવામાં આવ્યા હતા. દુર્ભાગ્યવશ પાછળની સરકારે ધડેલા નિયમોમાંથી અમુક નિયમોમાં છૂટ આપી હતી. તેઓએ કહ્યું હું ફરીથી બેંકિગ રેગ્યુલેટર્સને કડક નિયમો બનાવા માટે આદેશ આપુ છું જેથી અમેરિકામાં નોકરી તેમજ નાના કારોબારને સુરક્ષિત રાખી શકાય.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવે છે કે અમેરિકાની સિલિકોન વેલી બેંક નાણાંકીય કટોકટી પછી સરકાર દ્વારા હંગામી ધોરણે બંધ કરી દેવાઇ તેના થોડા દિવસ પહેલા જ તે અમેરિકાના વિશ્વ પ્રસિધ્ધ ફોર્બ્સ મેગેઝિનની અમેરિકાની બેસ્ટ બેંકોની યાદીમાં મૂકાઇ હતી. જાણકારી મળી આવી છે કે સિલિકોન વેલી બેંક સતત પાંચ વર્ષથી ફોર્બ્સની આ યાદીમાં આવતી હતી હતી અને હાલમાં પણ તેને શ્રેષ્ઠ બેંકોની યાદીમાં મૂકાઇમાં આવી હતી. જો કે તેના થોડા દિવસ પછી જ આ બેંકના ધબડકાના સમાચાર બહાર આવવા માંડ્યા હતા અને છેવટે આ બેંક સંપૂર્ણ પડી ભાંગી હતી.

Most Popular

To Top