Gujarat

સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર પર પહોંચી, મુખ્યમંત્રીએ માં નર્મદાનાં નીરના વધામણાં કર્યા

નર્મદા: રાજ્યમાં ચોમાસાની ઋતુમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમ(Sardar Sarovar Dam) છલકાયો(Overflow) છે. ડેમની સપાટી 138.68 મીટર પર પહોંચી હતી. ત્યારે મુખ્યમંત્રી(Chief Minister) ભુપેન્દ્ર પટેલે(Bhupendra Patel) કેવડીયા (Kevadia) ખાતે પહોંચીને માં નર્મદા(Narmada)નાં નીરનાં વધામણા કર્યા હતા. સી.એમ ભુપેન્દ્ર પટેલે વિધિવત રીતે પૂજા કરી હતી. માતાને શ્રીફળ ચડાવી તેમજ ચુંદડી ઓઢાળી અને આરતી કરી માં નર્મદાના નીરનાં વધામણા કર્યા હતા. મુખ્યમંત્રીની સાથે સાંસદ ગીતાબેન રાઠવા સહિતના ભાજપના અનેક આગેવાનો ડેમ પર પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકાર નર્મદા ડેમ છલોછલ ભરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદીવસ નિમિત્તે ભેટ આપશે.

ડેમનાં 23 દરવાજા 1.30 ફૂટ ખોલાયા
નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટરની મહત્તમ પાર કરી એટલે જે છલોછલ નર્મદા ડેમને જોવાની ગુજરાતની ઈચ્છા હતી તે આજે પરિપૂર્ણ થઇ છે અને આ નર્મદા નીરનાં વધામણાં કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા ડેમ પર પહોંચી બ્રાહ્મણોની હાજરીમાં પૂજા કરી શ્રીફળ ચૂંદડી, પુષ્પ ચઢાવી મા નર્મદાનાં નીરનાં વધામણાં કરશે. આ છલોછલ ડેમ પ્રધાનમંત્રી નરેદ્ર મોદીને જન્મદિવસની ભેટ તરીકે અપાશે. સરદાર સરોવર ડેમનાં ઉપરવાસમાં સતત ભારે વરસાદનાં કારણે પાણીની આવકમાં વધારો થયો છે. જેના કારણે ઉપરવાસમાંથી પાણીની આવક 2,11,067 ક્યુસેક છે. જેના કારણે ડેમના ૨૩ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. 23 દરવાજા 1.30 મીટર 1,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમના સરદાર સરોવરમાં પાણીની આવક.2,11,067 ક્યુસેક થઈ રહી છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક આવતી રહી અને સપાટી ધીરે ધીરે વધતી ગઈ છે. સરદાર સરોવર સીઝનમાં પ્રથમવાર અને ગેટ લગાડ્યા બાદ ત્રીજીવાર 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચ્યો છે.

ઉકાઈ ડેમભયજનક સપાટીની નજીક
ઉકાઈ: આકાશમાં એકસાથે બે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના 33 જિલ્લામાં ગઈકાલે બુધવારે રાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભરૂચમાં પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આ જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું છે. વલસાડના 20 જેટલાં માર્ગો ભારે વરસાદને લીધે બંધ કરી દેવા પડ્યા છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો હોય દક્ષિણ ગુજરાતની નદીઓમાં મોટા જથ્થામાં પાણી આવી રહ્યું છે. સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ 90 ટકા ભરાઈ ગયો છે. આજે ગુરુવારે તા. 15 સપ્ટેમ્બર 2022ના બપોરના 12 વાગ્યાના રિપોર્ટ અનુસાર ઉકાઈ ડેમ 341.40 ફૂટની સપાટી પર વહી રહ્યો છે. જે ભયજનક સપાટી 345 ફૂટથી હવે માત્ર 3 ફૂટ જ દૂર છે. હાલમાં ઉકાઈ ડેમમાં 1,39,127 ક્યૂસેક પાણીની આવક છે, તેની સામે ડેમમાંથી એટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે. હવે ડેમ ભયજનક સપાટીની નજીક પહોંચ્યો હોય આવક તેટલી જાવકનું વલણ અપનાવાયું છે.

Most Popular

To Top