Sports

સાઇના નેહવાલ અને પ્રણોયનો રિપોર્ટ સાંજે નેગેટિવ આવ્યો, થાઇલેન્ડ ઓપનમાં રમી શકશે

બેંગકોક (Bangkok): ભારતના ટોચના બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ (Saina Nehwal) અને એચએસ પ્રણોય અહીં ત્રીજા રાઉન્ડના ટેસ્ટિંગમાં કોવિડ-19 પોઝિટિવ આવ્યાના કલાક પછી નેગેટિવ આવ્યો હતો યોનેક્સ થાઇલેન્ડ ઓપન સુપર 1000 ટૂર્નામેન્ટમાંથી હટવાનો વારો આવ્યાના કલાકમાં જ તેમની ભાગીદારીનો માર્ગ મોકળો બન્યો હતો.આ નવા ઘટનાક્રમ અંગે વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન (Badminton World Federation -BWF) અને ભારતીય બેડમિન્ટન એસોસિએશન (Badminton Association of India-BAI) બંનેએ જાણકારી આપી હતી.

બીએઆઇએ કહ્યું હતું કે સાઇના અને પ્રણોય બંનેના ચોથા રાઉન્ડના ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી થાઇલેન્ડ ઓપનમાં ભાગ લેવા માટે મંજૂરી મળી ગઇ છે. તેમણે સાથે જ કહ્યું હતું કે બીએઆઇએ બીડબલ્યુએફના ટોચના અધિકારીઓ પાસે એવો મુદ્દો ઉઠાવ્યો છે કે જો ટેસ્ટ નેગેટિવ આવે તો જે તે ખેલાડીની મેચનો કાર્યક્રમ ફરીથી ગોઠવવામાં આવે અને કોઇને વોકઓવર આપવામાં ન આવે.

આ પહેલા દિવસની શરૂઆતમાં જ ભારતીય બેડમિન્ટન એસોસિએશન (બીએઆઇ)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને ખેલાડી પોઝિટિવ આવ્યા પછી ઓછામાં ઓછા 10 દિવસ માટે આઇસોલેશનમાં રાખવા માટે તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યારે કશ્યપને હોટલના રૂમમાં ક્વોરેન્ટાઇન કરાયો છે. સાઇનાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે ગઇકાલથી અત્યાર સુધી મને કોરોના ટેસ્ટનો રિપોર્ટ ન મળતા ઘણી વિમાસણ થઇ હતી અને આજે મેચ પહેલા તેમણે મને હું પોઝિટિવ હોવાનું કહીને બેંગકોકની હોસ્પિટલમાં લઇ જવાની વાત કરી. નિયમ પ્રમાણે પાંચ કલાકમાં રિપોર્ટ મળી જવો જોઇતો હતો.

અગાઉ બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલ બેંગકોકમાં આ ટુર્નામેન્ટો પહેલા યોજવામાં આવતા પ્રતિબંધોથી ખુશ નહોતી. સાઇનાએ કોવિડ -19 પ્રોટોકોલ અંતર્ગત લાદવામાં આવેલા પ્રતિબંધો અંગે નારાજગી વ્યક્ત કરતાં ઘણાં ટ્વીટ કર્યા હતા. 30 વર્ષીય શટલર કોરોના પોઝિટિવ પછી તે ભાગ્યે જ આ ટૂર્નામેન્ટોમાં ભાગ લઈ શકશે. સાઇનાએ વર્લ્ડ બેડમિંટન ફેડરેશન (બીડબ્લ્યુએફ) ની ટ્રેનર અને ફિઝિયોને મળવા ન દેવા બદલ ટીકા કરી હતી. સાઇનાએ એમ પણ કહ્યું હતું કે ખેલાડીઓને અગાઉથી જાગૃત કરી દેવા જોઈએ કે તેમને થાઇલેન્ડમાં તેમના સ્પોર્ટસ સ્ટાફને મળવા દેવામાં આવશે નહીં.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top