World

રશિયા-યુક્રેન યુદ્ધ: યુક્રેન રશિયન સૈનિકોને ઝેર આપીને મારી રહ્યું છે, પુતિનનો આરોપ

રશિયા-યુક્રેનના યુદ્ધ (Russia-Ukraine War) વચ્ચે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગોળીઓ, તોપો, મિસાઈલના યુદ્ધ બાદ હવે આ યુદ્ધમાં ઝેર (Poison) ભળ્યું છે. એટલેકે યુદ્ધમાં હવે ઝેરનો ઉપયોગ થવા લાગ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર આ આરોપ લગાવ્યો છે. પુતિનના (Putin) મતે યુક્રેન ખતરનાક રસાયણો વડે રશિયન સૈનિકોની (Russian Soldier) હત્યા કરી રહ્યું છે. એવું રસાયણ જેનાથી આવનારી પેઢીઓને પણ બચાવી શકાશે નહીં. શું યુક્રેન ખરેખર રશિયાનો સામનો કરવા માટે ખતરનાક ઝેરી રસાયણોનો ઉપયોગ કરે છે? આ સવાલે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે.

  • રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેન દ્વારા રશિયન સૈનિકોને બોટ્યુલિનમ ટોક્સિન ટાઇપ બી નામનું ઝેર આપવામાં આવ્યું હતું
  • બોટ્યુલિનમ ટોક્સિન ટાઇપ બી ન્યુરોટોક્સિક ઝેર છે
  • પુતિનનો આરોપ છે કે આ ઝેરથી આવનારી પેઢીઓને પણ બચાવી શકશે નહીં

રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે જુલાઈના અંતમાં યુક્રેનના દક્ષિણ-પૂર્વીય વિસ્તાર ઝાપોરિઝ્ઝ્યાના રશિયન-નિયંત્રિત ભાગમાં તૈનાત કેટલાક સૈનિકોને બોટ્યુલિનમ ટોક્સિન ટાઇપ બી નામથી ઝેર આપવામાં આવ્યું હતું. જેના કારણે જવાનોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. રશિયાનો આરોપ છે કે યુક્રેનની સેના ઝેલેન્સકીના શાસનમાં રાસાયણિક આતંકવાદ ફેલાવી રહી છે. બીજી તરફ યુક્રેને રશિયાના આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. યુક્રેનના ગૃહ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે રશિયન સૈનિકોની હાલત ડબ્બામાં બંધ એક્સપાયરી ડેટ વાળું માંસ ખાવાના કારણે થઈ શકે છે. કોઈને ઝેર આપવામાં આવ્યું નથી.

શું યુદ્ધમાં ઝેરથી મારવું યોગ્ય છે?
કોઈપણ દેશ સાથે યુદ્ધ થાય ત્યારે આંતરરાષ્ટ્રીય સંધિઓ અનુસાર રાસાયણિક ઝેરનો ઉપયોગ કરી શકાતો નથી. તે રાસાયણિક આતંકવાદની શ્રેણીમાં આવે છે. આમ કરવું કોઈપણ દેશ માટે ગુનો છે. યુક્રેનિયનોએ તેના સૈનિકોને ઝેર આપ્યું હોવાની આશંકાથી ચિંતિત રશિયા હવે રાસાયણિક આતંકવાદના પુરાવા એકત્રિત કરી રહ્યું છે. એવો દાવો કરવામાં આવે છે કે રશિયન સૈનિકોને બોટ્યુલિનમ ટોક્સિન ટાઇપ બી નામનું ઝેર આપવામાં આવ્યું હતું. તે ન્યુરોટોક્સિક ઝેર છે. આ બોટ્યુલિઝમ નામના ખતરનાક રોગ તરફ દોરી શકે છે. આ રસાયણનો તબીબી ઉપયોગ પણ થઈ શકે છે. રશિયા આ પુરાવા ઓર્ગેનાઈઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સને સોંપશે.

ટોક્સિન ટાઈપ બી શું છે
બોટ્યુલિનમ ટોક્સિન પ્રકાર બી એ ખૂબ જ ઝેરી રસાયણ છે. તે એક્સપાયર થઈ ગયેલા ખોરાકમાં જોવા મળે છે. જો કોઈ વ્યક્તિ આવો ખોરાક લે છે તો તેને બોટ્યુલિઝમ નામનો દુર્લભ અને જીવલેણ રોગ થઈ શકે છે. આ કેમિકલ શરીરના જ્ઞાનતંતુઓ પર જીવલેણ હુમલો કરે છે. આ રોગને કારણે આંખો, ચહેરો, મોં અને ગળાને નિયંત્રિત કરતા સ્નાયુઓ નબળા પડવા લાગે છે. તે ગરદન, હાથ, ધડ અને પગમાં ફેલાઈ શકે છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. આ ઝેર શરીરને લકવો પણ કરી શકે છે. આ ઝેરની અસરથી નસોમાં લોહીનો પ્રવાહ બંધ થઈ શકે છે. તે નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે અથવા સિસ્ટમને સંપૂર્ણપણે નાશ કરી શકે છે.

તે કાચા શાકભાજી દ્વારા પણ કેમિકલ શરીરમાં પ્રવેશે છે
તે રસાયણો વડે તૈયાર કરેલા કાચા શાકભાજીમાં પણ થઈ શકે છે. તેને ખાવાથી આ રસાયણ આંતરડામાં પ્રવેશી શકે છે. આનાથી આંતરડામાં અસ્વસ્થતા અને બળતરા અથવા દુખાવો થઈ શકે છે. તે એક્સપાયરીવાળા તૈયાર ખોરાક ખાવાથી પણ થઈ શકે છે.

Most Popular

To Top