World

ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનની ધરપકડ પર રોક લગાવી

પાકિસ્તાન: પાકિસ્તાન(Pakistan)ના પૂર્વ પીએમ(Former PM) ઈમરાન ખાન(Imran Khan)ને મોટી રાહત મળી છે. પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટે(Islamabad High Court) તેની ધરપકડ(Arrest) પર રોક લગાવી દીધી છે. ઈમરાન ખાનને 25 ઓગસ્ટ સુધી આ રાહત મળી છે. કોર્ટના નિર્ણય બાદ હવે સત્તાવાળાઓ આતંકવાદ વિરોધી કાયદા હેઠળ તેમની ધરપકડ કરી શકશે નહીં. કોર્ટનાં નિર્ણય પહેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનના ઘરની બહાર સુરક્ષા કડક કરવામાં આવી હતી.

રેલીમાં આપેલા નિવેદનો બાદ કાર્યવાહી કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાન પર આતંકવાદ વિરોધી આરોપો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઈમરાન ખાને ઈસ્લામાબાદમાં એક રેલીને સંબોધિત કરતી વખતે પાકિસ્તાનની સરકારી સંસ્થાઓ અને અધિકારીઓને ધમકી આપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ હતો સમગ્ર મામલો
આ મામલો 20 ઓગસ્ટનો જણાવવામાં આવી રહ્યો છે. ઈમરાન ખાન ઈસ્લામાબાદના F-9 પાર્કમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આરોપ છે કે આ દરમિયાન તેણે સુપ્રીમ કોર્ટના જજ, ઘણા અધિકારીઓ અને સરકાર વિરુદ્ધ વાંધાજનક વાતો કરી. આને સરકારે ભડકાઉ ભાષણ ગણાવ્યું છે. આરોપ છે કે તેના દ્વારા ઈમરાન ખાન દેશના લોકોને સરકાર, કોર્ટ અને સેના વિરુદ્ધ ભડકાવવા માંગતો હતો. દેશમાં ગૃહયુદ્ધ શરૂ કરવા માગે છે. મામલો વેગ પકડવા લાગ્યો કે તરત જ સરકાર અને પોલીસ એક્શનમાં આવી ગઈ. તરત જ ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (PEMRA) એ ઈમરાનના ભાષણના લાઈવ ટેલિકાસ્ટ પર પ્રતિબંધ લગાવી દીધો. તેમના ભાષણોનું જીવંત પ્રસારણ ન કરવા માટે વધુ આદેશ જારી કરવામાં આવ્યા છે. અહીં પોલીસે ઈમરાન ખાન વિરુદ્ધ આતંકવાદ વિરોધી કાયદાની કલમ 7 હેઠળ એફઆઈઆર નોંધી છે. ઈમરાનની ધરપકડ માટે પોલીસ તેના ઘરે બનિગાલા પણ પહોંચી હતી, પરંતુ લોકોની ભારે ભીડ જોઈને તેને પરત ફરવું પડ્યું હતું. હવે કોર્ટે ઈમરાનની ધરપકડ પર ત્રણ દિવસ માટે રોક લગાવી છે. બીજી તરફ ઈમરાનના સમર્થકોએ ચેતવણી આપી છે કે જો ઈમરાનની ધરપકડ થશે તો દેશભરમાં હોબાળો થશે.

મહિલા ન્યાયાધીશને ભયંકર પરિણામોની ખુલ્લી ધમકી
ઈમરાન ખાને મહિલા ન્યાયાધીશને ભયંકર પરિણામની ખુલ્લેઆમ ધમકી આપી હતી કે, ‘જેબા તૈયાર રહે, અમે તમારી સામે કાર્યવાહી કરીશું.’ આ નિવેદનો માટે ઈમરાન ખાન વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી અને તેમની સામે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

Most Popular

To Top