Business

વિસ્તૃત આરોગ્ય વીમા કવચ પુરૂ પાડવામાં રાઇડર્સ/એડ-ઓન્સની ભૂમિકા

મોટાભાગના ભારતીયો માટે આરોગ્ય વીમો એ સૌથી મહત્વપૂર્ણ વીમા કવચમાંથી એક છે એ હકીકતને કોઈ નકારી શકે નહીં. હેલ્થ કેર ટ્રીટમેન્ટ અને સુવિધાઓનો વધતી ખર્ચ અને વધતી જતી આરોગ્ય સમસ્યાઓ સાથે, તે વિકલ્પને બદલે જરૂરિયાત બની રહ્યું છે. જ્યારે હેલ્થ ઇન્શ્યુરન્સ હોવો મહત્વપૂર્ણ છે, ત્યારે પર્યાપ્ત અને વ્યાપક આરોગ્ય વીમા કવરેજ હોવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. પણ શા માટે? ભારતમાં, અભ્યાસોએ અનુમાન લગાવ્યું છે કે 65% આરોગ્યસંભાળ ખર્ચાઓને તમે પહોંચી વળી શકતાં નથી, અને તે માર્કેટમાં મોટાભાગની હેલ્થ વીમા પૉલિસી દ્વારા આવરી લેવામાં આવતા નથી. તો તેનો ઉકેલ શું છે? હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ સાથે રાઇડર્સ અને ઍડ-ઑન્સ ઉપલબ્ધ છે જે આપણાને બહેતર અને સર્વોચ્ચ આરોગ્ય વીમા કવરેજ પ્રદાન કરવામાં મદદ કરે છે. ચાલો એ બાબતને વધુ સમજીએ.

રાઇડર શું છે?
સરળ શબ્દોમાં કહીએ તો, રાઇડર એ એક વધારાનો લાભ છે જે તમારી મૂળભૂત આરોગ્ય વીમા યોજનામાં સામેલ/ઉમેરી શકાય છે જે બાબતોને હેલ્થ ઇન્શ્યોરન્સ આવરી લેતું નથી તેવી બાબતોને રાઇડર્સ વડે આવરી શકાય છે. રાઇડર્સ તમારા વીમા કવરેજને મજબૂત અને વિશાળ બનાવે છે, જે ફક્ત સરળ વીમા કરતાં વધુ ઓફર કરે છે. તે મોટે ભાગે વૈકલ્પિક પ્રકૃતિના હોય છે અને તેના માટે વધારાની કિંમત હોય છે. તે એક જાતની મંજૂરી જેવું હોય છે, જે તમારી વીમા પૉલિસીને વધુ અસરકારક અને/અથવા કાર્યક્ષમ બનાવે છે. રાઇડર્સ ઉમેરીને, તમારા વીમા કવરેજને તમારી જરૂરિયાત મુજબ અને ઓછા ખર્ચે વિસ્તૃત કરી શકાય છે.

આરોગ્ય વીમામાં રાઇડર્સના ઉદાહરણો:
બજારમાં ઘણા રાઇડર્સ ઉપલબ્ધ છે. તેમાંના લોકપ્રિય છે હોસ્પિટલ રૂમ ભાડું માફી, મેટરનિટી કવર, ગંભીર બીમારી કવર, વ્યક્તિગત અકસ્માત રાઇડર અને હોસ્પિટલ કેશ રાઇડર. આ એવા રાઇડર્સ છે જેનાથી વાચકો કદાચ પરિચિત હશે.
હાલમાં ડૉક્ટર કન્સલ્ટેશન, ડાયગ્નોસ્ટિક્સ અને મેડિસિન્સ, પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ વગેરે જેવા નવા રાઇડર પણ ઉપલબ્ધ છે. ડૉક્ટર કન્સલ્ટેશન રાઇડર ડૉક્ટરના પરામર્શને આવરી લે છે જે નેટવર્ક હૉસ્પિટલોની અંદર (અથવા બહાર) કૅશલેસ (અથવા વળતર) પરામર્શ લાભ હોઈ શકે છે. ડાયગ્નોસ્ટિક્સ રાઇડર લેબ ટેસ્ટ જેવા કે પેથોલોજી, રેડિયોલોજી વગેરે માટે ખર્ચનું કવરેજ આપે છે. આ બંને કવરેજ પોલિસી હેઠળ નિર્દિષ્ટ મર્યાદા સુધી હશે. પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ રાઇડર, જેમ કે નામ સૂચવે છે, નિર્દિષ્ટ પરીક્ષણો માટે વર્ષમાં એકવાર મફત નિવારક આરોગ્ય તપાસ પૂરી પાડે છે. સામાન્ય રીતે, ઉપરોક્ત ખર્ચ આરોગ્ય વીમા યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવતા નથી અને તેથી ગ્રાહક દ્વારા તેના પોતાના ખિસ્સામાંથી ચૂકવવામાં આવે છે.

એડ-ઓન શું છે?
એડ-ઓનનો અર્થ છે વર્તમાન પોલિસી વિશેષતાઓમાં વધુ સુવિધાઓનો ઉમેરો. તેનાથી પોલિસીના વર્તમાન નિયમો અને શરતોમાં કોઈ ફેરફાર નથી થતો. રાઇડર્સની જેમ, ઍડ-ઑન્સ પણ વૈકલ્પિક છે અને તે પણ વધારાની કિંમત ધરાવે છે. રાઇડર્સ બેઝ પ્લાનમાં વધારાનું મૂલ્ય ઉમેરે છે અને તે પોલિસી કવરેજને વધારી અથવા મર્યાદિત કરી શકે છે. જ્યારે એડ-ઓન કવર એ વૈકલ્પિક અથવા ટોપ-અપ કવર જેવું હોય છે જેનો ઉદ્દેશ ગ્રાહકની એ માગને સંતોષવાનો છે જે મુખ્ય પોલિસીમાં આવરી લેવામાં આવ્યું ન હોય.

આરોગ્ય વીમામાં એડ-ઓન્સનાં ઉદાહરણો:
કેટલાક ઉપલબ્ધ એડ-ઓન્સ જેને અમે હાઇલાઇટ કરવા માંગીએ છીએ તે લાભોમાં જેમ કે વીમાની રકમની અમર્યાદિત પુનઃસ્થાપના, કોઈ સબ-લિમિટ/રૂમ કેપ, ઓપીડી, ફુગાવાના દરના આધારે કવરમાં વધારો, ચૂકવવાપાત્ર વસ્તુઓ, સંચિત બોનસ બૂસ્ટર વગેરે. હવે ચાલો આમાંથી કેટલાક એડ-ઓન સમજીએ. અમર્યાદિત પુનઃસ્થાપન એડ-ઓન દાવા/ઓના કારણે વીમાની રકમ ફરી ભરે છે. આ એડ-ઓન સાથે, ગ્રાહક જોખમ કવર વિશે ચિંતા કર્યા વિના ઘણી વખત દાવો કરી શકે છે.

સામાન્ય રીતે, નેબ્યુલાઈઝર કીટ, હેન્ડ ગ્લોવ્સ, સિરીંજ, બેલ્ટ/બ્રેસીસ, રજીસ્ટ્રેશન/પ્રવેશ શુલ્ક વગેરે જેવા ખર્ચાઓ બેઝ પોલિસી હેઠળ આવરી લેવામાં આવતા નથી. આવા ખર્ચ દાવાની રકમના 10%થી વધુ થઈ શકે છે અને ગ્રાહકે સામાન્ય રીતે ખિસ્સામાંથી ખર્ચ ઉઠાવવો પડે છે. વધારાના ખર્ચે બિન-ચુકવણીપાત્ર વસ્તુઓ એડ-ઓન માટે કવરેજ લઈને, ગ્રાહક આવા ખર્ચ માટે પણ કવરેજ મેળવી શકે છે.

ક્યુમ્યુલેટિવ બોનસ બૂસ્ટર જેવા કેટલાક એડ-ઓન્સ દાવાઓને ધ્યાનમાં લીધા વિના, પોલિસી હેઠળ વીમાની રકમમાં વધારો કરવાનું ચાલુ રાખે છે. ઉદાહરણ તરીકે; 5 લાખની વીમાની રકમ રિન્યુઅલ પર રૂ. 6.25 લાખ થઇ જાય છે.
નિષ્કર્ષ : જે રીતે આપણે સમજી શકીએ કે ઉપર જે જણાવાયું છે તે માત્ર બજારમાં કયા રાઇડર્સ અને એડ-ઓન્સ ઉપલબ્ધ છે તેનો સંક્ષિપ્ત સાર છે. આરોગ્ય વીમા પૉલિસી હેઠળ અમારા કવરેજને વધારવા અને વિસ્તૃત કરવા માટે આ રાઇડર્સ અને ઍડ-ઑન્સનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અમે સારી રીતે સમજી શકીએ છીએ.

જેમ સમજી શકાય તેમ છે, મોટાભાગની પોલિસીના આધાર અથવા સાદી પોલીસીનું સ્વરૂપ આ ઉન્નત વિશેષતાઓ પ્રદાન કરતું નથી અને જે ભવિષ્યમાં આપણાને મોંઘા પડી શકે છે. અમારી જરૂરિયાત મુજબ રાઇડર્સ અને/અથવા ઍડ-ઑન્સની યોગ્ય પસંદગી સાથે, અમે અમારા આરોગ્ય વીમાને નજીવા વધારાના ખર્ચે વ્યાપક કવરેજ સાથે એક વ્યાપક છત્ર બનાવી શકીએ છીએ જે નવી અથવા વધારાની સ્ટેન્ડ-અલોન પોલિસી ખરીદવા કરતાં ઘણી સસ્તી હશે. તે માત્ર સામાન્ય સ્વાસ્થ્ય વીમા હેઠળના અંતરને દૂર કરવામાં મદદ કરે છે પરંતુ રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય વીમાના ઉપયોગને પણ વધારે છે. તેથી આગલી વખતે જ્યારે તમે આરોગ્ય વીમા પૉલિસી અથવા તે બાબત માટે કોઈપણ વીમા પૉલિસી ખરીદો, ત્યારે ઉપલબ્ધ રાઇડર્સ અને ઍડ-ઑન લાભોનું સંશોધન કરવાનું યાદ રાખો.
– N J ઇન્ડિયા ઇન્વેસ્ટ પ્રા. લિ.

Most Popular

To Top