Sports

મેચ હાર્યા બાદ રોહિતની આંખોમાં આવ્યા આંસુ, કોહલીએ મોઢું છુપાવ્યું

એડિલેડ: T-20 વર્લ્ડકપની (T20 World Cup 2022) સેમીફાઈનલ (Semi Final) મેચમાં ઈંગ્લેન્ડ (England) સામે 10 વિકેટથી શરમજનક કારમી હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માની (Rohit Sharma) આંખો ભરાઈ આવી હતી. ડગ આઉટમાં ગયા બાદ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) સાથે વાત કરતી વખતે રોહિત ભાવુક થઈ ગયો હતો. ખુરશી પર બેસી તેણે માથું નીચું નમાવી આંસુ સાફ કર્યા હતા. કોચ રાહુલ દ્રવિડે તેને સાંત્વના આપી હતી.

મેચ ખતમ થયા બાદ જ્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઈંગ્લેન્ડની ટીમ સાથે તેમના ડગઆઉટમાં પહોંચ્યા ત્યારે રોહિત શર્મા ભાવુક થઈ ગયો હતો. રોહિત શર્મા કોચ રાહુલ દ્રવિડ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. બંનેએ થોડીવાર વાત કરી અને ત્યારબાદ રોહિત શર્મા ભાવુક થઈ ગયો હતો, જ્યાં કોચ રાહુલ દ્રવિડ તેને સંભાળતા જોવા મળ્યા હતા.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ મેદાનમાં નિરાશ જોવા મળ્યો હતો. 10 વિકેટની કારમી શરમજનક હાર બાદ વિરાટ કોહલી મેદાનમાં નિરાશ જોવા મળ્યો હતો. તેણે કેપ વડે મોઢું છુપાવ્યું હતું. આ પરાજયથી કિંગ કોહલી કેટલો નિરાશ છે તે તેનો ઉદાસ ચહેરો જોઈ સ્પષ્ટ જણાઈ રહ્યું હતું.

ટીમ ઈન્ડિયા પહેલીવાર રોહિત શર્માની કેપ્ટન્સીમાં ICC ઈવેન્ટમાં રમી હતી. સુપર 12માં 5 પૈકી 4 મેચ જીતીને ગ્રુપમાં ટોચ પર રહેલી ટીમ ટુર્નામેન્ટ જીતવા માટે ફેવરિટ ગણાતી હતી. પરંતુ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ભારત ખૂબ જ શરમજનક રીતે હારી જતા રોહિત શર્માનું દિલ તૂટી ગયું હતું. ભારતની સફરનો અંત આવ્યો અને ફરી એકવાર ભારત સેમિફાઇનલમાં હારી ગયું તે વાતનો અહેસાસ થતા રોહિત શર્માની આંખોમાં આંસુ આવી ગયા હતા.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના એડિલેડના મેદાનમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સેમી ફાઈનલ મેચમાં ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પહેલી બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારતીય બેટ્સમેનો શરૂઆતથી જ સાચવીને રમતા હતા. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા સિવાય ભારતના એકેય બેટ્સમેન ક્રીઝ પર ટકી શક્યા નહોતા. બંનેની અર્ધસદીની મદદથી ભારતે 168 રન બનાવ્યા હતા, પરંતુ આ સ્કોર ઈંગ્લેન્ડના ઓપનર્સે માત્ર 16 ઓવરમાં ખૂબ જ સરળતાથી વિના વિકેટે પાર પાડી દીધો હતો. ઈંગ્લેન્ડે 10 વિકેટે મેચ જીતી લીધી હતી. આટલી ખરાબ હારના લીધે રોહિત, વિરાટ સહિત તમામ ભારતીય ખેલાડીઓ નિરાશ થયા હતા.

Most Popular

To Top