Entertainment

અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં રિહાન્નાએ આપ્યું જોરદાર પરફોર્મન્સ

જામનગર(Jamnagar): હાલમાં મુકેશ અંબાણીના (MukeshAmbani) પુત્ર અનંત અંબાણી (AnantAmbani) અને રાધિકા મર્ચન્ટના (RadhikaMarchant) પ્રી-વેડિંગની (AnantikaPreWedding) ચર્ચા ચારેકોર થઈ રહી છે. દરેક વ્યક્તિ પ્રી-વેડિંગ ફંકશનની રજેરજની વિગતો જાણવા ઉત્સુક છે અને કેમ નહીં, આખું બોલિવૂડ (Bollywood) એક સાથે અહીં હાજર છે. પોપ સ્ટાર રિહાના (Rihanna) પણ પહોંચી છે. આ ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે તેને 60 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી છે.

જામનગર ખાતે ચાલી રહેલાં ત્રણ દિવસના અનંતિકા પ્રીવેડિંગ ફંકશનની પહેલી રાત્રે તા. 1 માર્ચને શુક્રવારે જામનગરમાં અમેરિકન પોપ સિંગર રિહાનાનું પર્ફોમન્સ હતું, જે ધમાકેદાર રહ્યું હતું. રિહાનાના પર્ફોમન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોપ સેન્સેશન રીહાન્નાએ ભારતમાં પહેલીવાર પરફોર્મ કર્યું છે.

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીમાંથી રિહાન્નાના પરફોર્મન્સના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. વીડિયોમાં રિહાના નિયોન કલરની ચમકદાર ડ્રેસ પહેરેલી જોવા મળે છે. સ્ટેજ પર એનર્જી સાથે પર્ફોર્મ કરતા રીહાન્નાએ તેના ટોપ હિટ ગીતો ગાયા હતા. અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીમાં મહેમાનો ડાન્સ કરતા અને પોપ સિંગરના પરફોર્મન્સનો આનંદ લેતા જોવા મળે છે.  

રિહાન્નાને અંબાણી પરિવારે ખાસ આમંત્રણ આપ્યું હતું. તે ક્રૂ અને ઘણા સામાન સાથે 29 ફેબ્રુઆરી ગુરુવારે જામનગર પહોંચી હતી. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 1 માર્ચે રિહાનાએ રાત્રે કોકટેલ પાર્ટી દરમિયાન તેનું જોરદાર પર્ફોમન્સ આપ્યું હતું.

રિહાનાના પરફોર્મન્સથી અંબાણી પરિવાર ઉત્સાહિત થઈ ગયો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીનો અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અંબાણી પરિવાર રિહાના સાથે સ્ટેજ પર ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે. પોપ સિંગર મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથેનો આખો પરિવાર રિહાન્નાના પરફોર્મન્સ પર ઉત્સાહ સાથે નાચતો અને તાળીઓ પાડતો જોવા મળે છે. પોપ સેન્સેશન અને અંબાણી પરિવારનો સ્ટેજ શેર કરતો વીડિયો ઈન્ટરનેટ પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. 

રિહાન્નાના પર્ફોમન્સ પહેલા ડ્રોન શો યોજાયો હતો
અનંત-રાધિકાના પ્રી-વેડિંગ બેશમાં પોપ સેન્સેશન રિહાન્નાના પરફોર્મન્સ પહેલા ડ્રોન શો પણ યોજાયો હતો. ડ્રોન શોની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અનંત-રાધિકાના પ્રી-વેડિંગ પાર્ટીમાં ડ્રોન શોનું નામ ‘માર્વેલ એટ ધ બ્યુટી ઓફ ધ એનિમલ કિંગડમ’ રાખવામાં આવ્યું હતું.

રિહાના સ્વદેશ રવાના થઈ
રિહાના 2 માર્ચે શનિવારની સવારે 6 વાગ્યાની આસપાસ તેના દેશ જવા રવાના થઈ. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. ત્યાં તે લેડી પોલીસ સાથે પોઝ આપી રહી છે અને પાપારાઝી સાથે પણ સારું વર્તન કરી રહી છે, જેના પછી તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

Most Popular

To Top