Dakshin Gujarat

વિધર્મી યુવાનનો બે હિન્દુ યુવતિ પર વારંવાર બળાત્કાર

કામરેજ : ઘલા (Ghala) ગામે રહેતા પરિણીત યુવાને ગામની જ બે યુવતિને લગ્ન (Marriage) કરવાની લાલચ આપી વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો. કામરેજ પોલીસે (Police) બે અલગ યુવતિની ફરિયાદ લઈ વિધર્મી યુવાનની ધરપકડ (Arrest) કરી હતી.

કામરેજ તાલુકાના ઘલા ગામે રહેતી જયશ્રી (નામ બદલ્યુ છે) સ્કૂલે ભણવા જતી ત્યારે રસ્તામાં ગામમાં રહેતો અને રેતીનો ધંધો કરતો સાહિદ સાદિક શેખની ઓફિસ આવતી હતી. આ સાહિદ વિદ્યાર્થિનીને પ્રેમ સંબંધ બાંધવા માટે ધમકી આપતો હતો. જયશ્રી ડરી જતાં સાહિદ સાથે વાતચીત કરવાનું ચાલુ કર્યુ હતું. તેણે આપેલા મોબાઈલ ફોન પર તે વાતચીત કરતો હતો. બાદમાં જયશ્રી ધોરણ 10માં આવી ત્યારે લગ્ન કરવાની લાલચ આપી ઘરના પાછળના ભાગે વાડામાં બોલાવી સાહીદે શરીર સંબંધ બાધ્યો હતો. બાદમાં ગામમાં આવેલા ફાર્મ હાઉસમાં ઘણી વાર શરીર સંબંધ બાધ્યો હતો.

સાહિદે લગ્ન કરી લેતા જયશ્રી પાસે આવવાનુ બંધ કરી દીધું હતું. ત્યારબાદ જયશ્રી બિમાર પડતા માસીના ઘરે રોકાવી ગઈ હતી ત્યારે માસીના ઘરે જઈને પણ સાહિદએ જયશ્રી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ઘલા ગામની બીજી યુવતિ અમીષા (નામ બદલ્યુ છે)ને ત્રણ વર્ષ અગાઉ પ્રેમ સંબંધ બાંધી મારૂતી સ્વીફટ કારમાં અમીષાને ધોરણપારડી પાસે લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં સાહિદે અમીષાને પણ પત્ની સાથે છુટાછેડા થઈ ગયા બાદ લગ્ન કરી લેવાનું કહીને વારંવાર શરીર સંબંધ બાંધતો હતો. સાહીદે આપેલા રૂપિયાની માંગણી કરતા અમીષાએ રૂપિયા પણ આપી દીધા હતા. ત્યારે જાતિવિષયક ગાળો બોલી મોબાઈલ ચેક કરવા માટે લઈ લીધો હતો. આ વાતની જાણ અમીષાએ માતાને કરતા સાહીદના મામા સોયેબ ઉસ્માન શેખને વાત કરતા મારા ભાણેજને બદનામ કરો છો તેમ કહીને ગાળો આપતા બન્ને યુવતિએ કામરેજ પોલીસ મથકમાં સાહિદ અને તેના મામા સોયેબ વિરૂધ્ધ બળાત્કાર અને એટ્રોસીટી એકટ મુજબની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસ સાહિદને પકડી પણ લાવી છે. જ્યારે મામા સાયેબ હજી પણ ફરાર છે.

Most Popular

To Top