Gujarat

રાજકોટમાં 7 વર્ષથી પિતા તેની જ પુત્રીનું શરીર ચૂંથતો, માતાને જાણ હોવા છતાં..

રાજકોટ: પિતા પુત્રીનો સંબંઘ આમ તો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પરંતુ રાજકોટ (Rajkot) માંથી આ સંબંઘ પર ડાધ લાગે તેવો કિસ્સો સામે આવ્યો છે. રોજકોટમાં પિતાએ (Father) જ તેની પુત્રીને (Daughter) સગર્ભા બનાવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે પિતા છેલ્લાં 7 વર્ષથી એટલેકે પુત્રી 11 વર્ષની હતી ત્યારથી તેની પર દાનત બગાડી હતી. આ વાત અંગેની જાણ માતાને હોવા છતાં તેણી પણ કંઈ કરી શકી ન હતી.

મળતી માહિતી મુજબ રાજકોટમાં પંચનાથ પ્લોટ વિસ્તારમાં રહેતી 18 વર્ષની યુવતીને શનિવારે સાંજે એકાએક બ્લીડિંગ થતાં તેને તેની માતાએ તેને સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. તેની સ્થિતિ જોઈને યુવતીને તાકીદે ગાયનેક વિભાગમાં લઇ જવાઇ હતી. ડોકટરે ચેક કરતાં યુવતીને દોઢ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. 18 વર્ષની યુવતીને દોઢ માસનો ગર્ભા હોવાની જાણ થતાં જ માતા ઘ્રુસકેને ધ્રુસકે રડી પડી હતી. જયારે માતાએ સમગ્ર ઘટના અંગેની ડોકટરને જાણ કરી ત્યારે ડોકટરની પણ પગ નીચેની જમીન સરકી ગઈ હતી. ઘટના અંગેની જાણ પોલીસને કરતા ટીમ દોડતી થઈ ગઈ હતી.

પોલીસે જયારે યુવતીને સમગ્ર ઘટના અંગે પૂછયું ત્યારે તેણીએ જણાવ્યું હતું કે તે જયારે 11 વર્ષની હતી ત્યારથી તેના પિતા તેને ચૂંથતા હતાં. પુત્રી થોડી મોટી થઈ અને થોડી સમજતી થઈ તેમજ તેને સમજ આવતી થઈ ત્યારથી તે પિતાથી દૂર રહેવાના પ્રયાસ કરતી પરંતુ પાપી નરાધમ તેને મારી પોતાની પાસે ખેંચી લેતો તેમજ શારીરિક અડપલા કરતો. આ ઉપરાંત માતાને ધટના અંગેની જાણ કરતા માતાએ પણ પતિને ઠપકો આપ્યો હતો પરંતુ પાપી નરાઘમ સુઘરવાનું નામ જ ન લેતો હતો. આ ઉપરાંત વઘુ હેવાનિયત કરતો હતો. વઘારામાં તેણીએ જણાવ્યું હતું કે પિતા મારી માતાને જે રીતે ધમકાવતો અને મારતો તે જોઇ મારી માતા પણ તેને કંઇ કહેવાની હિમ્મત કરતી નહોતી. પોલીસે યુવતીની ફરિયાદ પરથી પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી નરાધમને સકંજામાં લીધો હતો.

Most Popular

To Top