Gujarat Main

રાજકોટની હોટલમાં ન્યૂડ ડાન્સ: એક વીડિયોનું સસ્પેન્સ હજુ ખૂલ્યું નથી ત્યાં બીજો વીડિયો વાયરલ થયો..

રાજકોટની હોટલમાં ન્યૂડ પાર્ટીનો વીડિયો વાયરલ થયો (Rajkot Nude Party viral video)તે ઘટનામાં પોલીસ હજુ હવામાં બાંચકા ભરી રહી છે. વીડિયો ક્યારે બન્યો હતો?, હોટલનો રૂમ નં. 608 કોણે બુક કરાવ્યો હતો?, યુવતી મુંબઈની મોડલ હતી કે પછી દિલ્હીનું કપલ રૂમમાં હતું? (Mumbai Model or Delhi Couple) તે સવાલોના જવાબ રાજકોટ પોલીસ શોધી શકી નથી. નગ્ન પાર્ટીના વાયરલ વીડિયોના કેસમાં રાજકોટ પોલીસ હજુ પણ ગોથાં ખાઈ રહી હોવાનું લાગી રહ્યું છે.

રાજકોટના ડીસીપી મનોહરસિંહ જાડેજા આ કેસની તપાસ કરી રહ્યાં છે. તેઓના જણાવ્યા અનુસાર વીડિયો જે રાતે ઉતારવામાં આવ્યો તે રાતે દિલ્હીનું એક કપલ હોટલમાં રોકાયું હોવાની વિગતો બહાર આવી છે, પરંતુ તે વીડિયો તે કપલનો જ છે કે બીજા કોઈનો તે હજુ સ્પષ્ટ થયું નથી. આ અંગે હાલ તપાસ ચાલી રહી છે. વળી, આ વીડિયો કઈ રાતનો છે તે અંગે પણ હજુ સુધી કોઈ સચોટ માહિતી પોલીસના હાથ લાગી નથી. કથિત વીડિયો 23, 24 કે 25 સપ્ટેમ્બરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેથી પોલીસ દ્વારા આખાય અઠવાડિયાના સીસીટીવી ફૂટેજના ડેટા લેવામાં આવ્યા છે. તેમ હોટલના રજિસ્ટરની એન્ટ્રીના આધારે તપાસ થઈ રહી છે.

  • વીડિયો ક્યારે બન્યો હતો?, હોટલનો રૂમ નં. 608 કોણે બુક કરાવ્યો હતો?, યુવતી મુંબઈની મોડલ હતી કે પછી દિલ્હીનું કપલ રૂમમાં હતું? તે સવાલોના જવાબ રાજકોટ પોલીસ શોધી શકી નથી.
  • પોલીસ દ્વારા આખાય અઠવાડિયાના સીસીટીવી ફૂટેજના ડેટા લેવામાં આવ્યા છે. તેમ હોટલના રજિસ્ટરની એન્ટ્રીના આધારે તપાસ થઈ રહી છે
  • પોલીસે બંને વીડિયો ફોરેન્સીકમાં મોકલી આપ્યા છે. વીડિયો કોણે બનાવ્યા તે ખબર પડે પછી કેસમાં આગળ વધી શકાશે.

હજુ એક વીડિયોનું રહસ્ય ઉકેલાયું નથી ત્યાં રાજકોટમાં બીજો એક વીડિયો પણ વાયરલ થયો છે. આ વીડિયોમાં પણ નગ્ન પાર્ટી ચાલી રી હોય પોલીસ દોડતી થઈ ગઈ છે. જોકે, શુક્રવારે વાયરલ થયેલા આ વીડિયો અંગે કોઈ વિગતો મળી નથી અને તે ફેક હોવાનું પોલીસને લાગી રહ્યું છે. બંને વીડિયોના સોર્સ હજુ મળ્યા નથી. તે કોણે ઉતાર્યો હતો તે પણ તપાસનો વિષય છે. તેથી પોલીસે બંને વીડિયો ફોરેન્સીકમાં મોકલી આપ્યા છે. વીડિયો કોણે બનાવ્યા તે ખબર પડે પછી કેસમાં આગળ વધી શકાશે.

મનોહરસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, બે વીડિયો વાઇરલ થયા છે. તે બંને વીડિયો ચેક કર્યા છે અને બીજા નંબરનો હોટલની અંદરનો વીડિયો છે તે વીડિયો ઓથેન્ટિક લાગતો નથી. વીડિયોમાં બેકગ્રાઉન્ડ મેચ થતું નથી. બીજા નંબરના વીડિયોને અમે પ્રાથમિક દ્રષ્ટિએ ઓથેન્ટિક માનતા નથી. તેમ છતાંય આગળની તપાસ કરીશું. ફર્સ્ટ વીડિયોની વાત કરીએ તો તેના આધારે અમે ઇમ્પીરિયલ હોટલ લોકેટ કરી છે.

આ અગાઉ ગુરુવારે રાજકોટમાં એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક યુવતી નગ્ન નાચ કરી રહી હતી. જે રૂમમાં તે નાચી રહી હતી તે રાજકોટની ઈમ્પિરીયલ હોટલનો છઠ્ઠા માળનો 608 નંબરનો રૂમ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. કોઈકે હોટલની સામેની બિલ્ડિંગમાંથી તે વીડિયો ઉતાર્યો હતો. વીડિયોમાં દેખાતી યુવતી મુંબઈની મોડલ હોવાની અને મોરબીના ઉદ્યોપતિઓએ ન્યૂડ પાર્ટીનું આયોજન કર્યું હોવાની ચર્ચા ખૂબ ગાજી હતી, પરંતુ જે રીતે પોલીસની મંથર ગતિએ તપાસ ચાલી રહી છે તે જોતાં ક્યાંક કશુંક રંધાઈ રહ્યું હોવાની પણ ગંધ આવી રહી છે.

Most Popular

To Top