National

લેહમાં લહેરાયો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ: 225 ફૂટ લાંબા અને 150 ફૂટ પહોળા તિરંગાને બનાવતા લાગ્યા આટલા દિવસ..

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિને 2 ઓક્ટોબરના દિવસે દેશવાસીઓનું માથું ગર્વથી ઊંચું થઈ જાય તેવો પ્રસંગ લેહના પહાડોમાં બન્યો છે. અહીં વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ મુકવામાં આવ્યો છે. (‘World’s largest khadi national flag’ in Leh) ગાંધીજીની જન્મજ્યંતિએ ખાદીના આ તિરંગાએ વર્લ્ડ રેકોર્ડની દાવેદારી કરી દીધી છે. આ તિરંગો એટલો તો વિશાળ હતો કે તે 150 જવાનોએ પોતાના ખભા પર ઊંચકીને લઈ જવો પડ્યો હતો.

ઝંડા ઊંચા રહે હમારા.. દરેક ભારતીય નાગરિક બાળપણથી જ આ ગીત સાંભળતા આવ્યા છે. દેશનું નામ ઊંચું થાય તે માટે સાચા દેશભક્ત હંમેશા તત્પર હોય છે. તેમાંય જો કોઈ એવો પ્રસંગ બને જેના લીધે દેશનું નામ વિશ્વભરમાં રોશન થાય તો ભારતીયોની છાત ફૂલી જાય છે. આવો જ એક ગૌરવ લેવા જેવો પ્રસંગ આજે 2 ઓક્ટોબરને ગાંધી જન્મજ્યંતિના દિને લેહમાં બન્યો છે. ભારતીય સેનાના જવાનોએ ખાદીમાંથી બનેલો 225 ફૂટ લાંબો, 150 ફૂટ પહોળો અને 37,500 ફૂટનો ઘેરાવો ધરાવતો તિરગો લેહના પહાડોમાં મુક્યો છે, જે જોઈને જાણે પહાડો પણ નતમસ્તક થઈને તિરંગાને સલામી ભરી રહ્યાં હોય એવું લાગે છે.

  • 225 ફૂટ લાંબો, 150 ફૂટ પહોળો અને 37,500 ચોરસ ફૂટનો ઘેરાવો ધરાવતો ખાદીનો આ ધ્વજ બનાવવામાં 49 દિવસ લાગ્યા છે
  • આજે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મજ્યંતિ નિમિત્તે ભારતીય જવાનોએ વિશ્વના સૌથી મોટા રાષ્ટ્રીય ધ્વજનું અનાવરણ કર્યું.
  • ખાદી વિકાસ બોર્ડ અને મુંબઈની પ્રિન્ટીંગ કંપનીએ બનાવ્યો વિશાળ તિરંગો, 8 ઓક્ટોબરે એરફોર્સ ડે ના રોજ હિન્ડન એરબેઝ પર લઈ જવાશે

આ તિરંગો એટલો તો વિશાળ અને વજનદાર હતો કે તે ઊંચકવા માટે 150 જવાનોને ભેગા કરવા પડ્યા હતા. સેનાની એન્જિનિયર રેજિમેન્ટના 150 જવાનો 1400 કિલો વજનના તિરંગાને પોતાના ખભા પર ઉંચકીને લેહની ટોચ પર લઈ ગયા હતા. 2000 ફૂટની ઊંચાઈ પર ચઢવા માટે જવાનોને 2 કલાકનો સમય લાગ્યો હતો. આ ગૌરવપ્રદ પ્રસંગનો વીડિયો વાયરલ થયો છે.

લેહની ટોચ પર આ વિશ્વ વિજયી તિરંગાનું અનાવરણ લદાખના લેફ્ટનન્ટ ગર્વનર આર.કે. માથુરે કર્યું હતું. આ પ્રસંગે આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેએ હાજરી આપી હતી. આટલો વિશાળ તિરંગો ખાદી વિકાસ બોર્ડ અને મુંબઈની પ્રિન્ટીંગ કંપનીએ બનાવ્યો છે. તિરંગો બનાવવામાં કારીગરોને 49 દિવસનો સમય લાગ્યો છે. આગામી 8મી ઓક્ટોબરે એરફોર્સ ડે પર હિન્ડન એરબેઝ પર આ તિરંગાને લઈ જવામાં આવશે.

Most Popular

To Top