Top News

જ્યારે પણ મંચ પર આવતા ધમાલ મચાવી દેતા: આ પાકિસ્તાની હાસ્ય કલાકાર હંમેશ માટે શાંત થઈ ગયા

વિશ્વ વિખ્યાત પાકિસ્તાની હાસ્ય કલાકાર (Comedian) ઉમર શરીફનું (Umar Sharif) આજે એટલેકે 2 ઓક્ટોબર 2021 ના ​​રોજ 66 વર્ષની વયે જર્મનીમાં અવસાન થયું. શરીફની તબિયત લાંબા સમયથી ખરાબ હતી. પાકિસ્તાની મીડિયાએ પણ ઉમરના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. જર્મનીમાં પાકિસ્તાનના (Pakistan) રાજદૂતે પણ ઉમર શરીફના મૃત્યુના (Death) સમાચારની પુષ્ટિ કરી છે. ઉમર શરીફને ઓગસ્ટમાં હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેમણે બે વાર બાયપાસ સર્જરી કરાવી હતી. પાકિસ્તાની ફિલ્મ ઉદ્યોગ અને તમામ મોટા નેતાઓએ શરીફના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પાકિસ્તાની હાસ્ય કલાકાર ઉમર શરીફનું જર્મનીમાં અવસાન થયું છે. સ્થાનિક મીડિયાએ શનિવારે આ અંગે માહિતી આપી હતી. પ્રખ્યાત કલાકાર લાંબી માંદગી બાદ સારવાર માટે અમેરિકા જઈ રહ્યા હતા. 28 સપ્ટેમ્બર તેમને સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા અમેરિકા લઈ જવામાં આવ્યા હતા. જોકે તેમનું સ્વાસ્થ્ય વધુ બગડતા તેમને મધ્યમાં જર્મનીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઉમર શરીફ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો અને વડાપ્રધાન ઈમરાન ખાન પાસે મદદ માંગી હતી.

ઉમર શરીફ 66 વર્ષના હતા. તેમના મૃત્યુના સમાચાર મળતા જ ઘણા કલાકારો અને સેલેબ્સે સોશિયલ મીડિયા પર તેમના પરિવારને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. શરીફના નિધનના સમાચારને જર્મનીમાં પાકિસ્તાનના રાજદૂત ડો.મોહમ્મદ ફૈઝલે સમર્થન આપ્યું હતું. તેમણે તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપતા એક ટ્વિટ કર્યું. તેમણે પોસ્ટ કર્યું, “ખૂબજ દુખ સાથે કહેવું પડી રહ્યું છે કે દિગ્ગજ કોમેડિયન ઉમર શરીફનું નિધન થયું છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે અમારી સંવેદના છે. અમારા સીજી પરિવારને દરેક રીતે મદદ કરવા માટે હોસ્પિટલમાં હાજર છે.”

શરીફના મૃત્યુના સમાચાર મળતા જ પાકિસ્તાન અને ભારતના કલાકારોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી હતી. અભિનેતા-ગાયક અલી ઝફરે ટ્વિટ કર્યું હતું કે “મહાન ઉમર શરીફ સાહેબનું નિધન એક મોટી ખોટ છે. અલ્લાહ તેમને સ્વર્ગમાં ઉચ્ચ સ્થાન આપે અને તેમના પરિવારને શાંતિ આપે. અમીન.”

બીજી તરફ ભારતીય હાસ્ય કલાકાર-અભિનેતા કપિલ શર્માએ પણ સોશિયલ મીડિયા પર ઉમર શરીફને શ્રદ્ધાંજલિ આપી હતી. કપિલે પોતાના ટ્વિટમાં લખ્યું- “ગુડબાય. તમારી આત્મા શાંતિ પામે.”

Most Popular

To Top