Gujarat

લોક સાહિત્યકાર દેવાયત ખવડ અંડરગ્રાઉન્ડ, ઘરે તાળું અને મોબાઇલ સ્વીચઓફ…

ગાંધીનગર : વિવાદિત લોક સાહિત્યકારની ગુંડા ગિરીનો વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. એક યુવકની બેરહેમીપૂર્વક માર મારવાનો વિડીયો પણ સોશિઅલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. રાજકોટમાં (Rajkot) મયુરસિંહ રાણા નામનાં યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે ગુજરાતના (Gujarat ) જાણીતા લોક સાહિત્યકાર (Folk Writer) દેવાયત ખવડની (Devayat Khavad) શોધખોળ ચાલી રહી છે. સૌથી અગત્યનું એ છે કે એ-ડિવિઝન પોલીસ (Police) સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધ્યો છે. હુમલાના બે દિવસ બાદ પણ દેવાયત ખવડ સહિત આરોપી પોલીસ પકડથી દૂર છે. દેવાયત ખવડને ઝડપવા પોલીસ પહેલા રાજકોટના ઘરે અને હવે તેમના વતન મુળી દૂધઈ ગામે પહોંચી હતી.

પોલીસે મુળી દૂધઈ ગામે પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ મયુરસિંહ રાણા પર હુમલો થતા તેમના માતા સહિત ક્ષત્રિય સમાજના મહિલાઓએ પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરી છે. દેવાયત ખવડની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરાઈ છે.રાજકોટમાં યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડની શોધખોળ ચાલુ છે. જોકે હુમલાના બે દિવસ બાદ પણ દેવાયત ખાવડ સહિત આરોપી પોલીસ પકડથી દૂર અંડરગ્રાઉન્ડ છે. જેને લઈ હવે દેવાયત ખાવડને ઝડપવા પોલીસ તેમના વતન મુળી દૂધઈ ગામે પહોંચી છે. બીજીબાજુ સમગ્ર ઘટના બાદ રાજકોટમાં દેવાયત ખાવડના ઘરે તાળા અને ફોન બંધ આવ્યો હતો.

શું હતો સમગ્ર મામલો ?
દેવાયત ખવડ અને તેમના સાથીદારોએ થોડા દિવસ અગાઉ એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારબાદ સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસના ચોપડે ગુનો નોંધાયો હતો. ત્યારબાદ તપાસ માટે જ્યારે પોલીસની ટીમ તેમના ઘરે પહોંચી, ત્યારે પોલીસને તેમના ઘરના મેન ગેટ પર તાળુ જોવા મળ્યું હતું અને દેવાયત ખવડનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. જેને લઈ હવે પોલીસ દેવાયત ખવડના ગામ દૂધઇ પહોંચી છે.

“રાણો રાણા ની રીતે હો” આ ડાયલોગ તેના ડાયરામાં અચૂક બોલે છે
દેવાયત ખવડ પોતાના ડાયરામાં હર હમેશ બોલતા એક ડાયલોગ થી ફેમસ થયા છે. તેઓ હંમેશા પોતાના દાયરામાં આ ડાયલોગ જરૂર બોલતા હોય છે જે છે “રાણો રાણા ની રીતે હો” દેવાયત ખવડ થોડા સમય પહેલા ટિકટોક પર વીડિયો બનાવતી યુવતી કીર્તિ પટેલ સાથે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં વિવાદોમાં સપડાયા હતા.

Most Popular

To Top