Gujarat

રાજકોટ: 60 કેદીઓને દિવાળીમાં 15 દિવસની રજા મળી, તેડવા આવેલી માતા દીકરાને ભેટી ધ્રુસકે ધ્રુસકે રડી

રાજકોટ: રાજ્યમાં દિવાળીનો (Diwali) તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ (Rajkot) શહેરની જેલની (Jail) બહાર કેટલાક લાગણીશીલ દર્શયો જોવા મળ્યા હતા. કારણ કે સરકાર દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલના 60 કેદીઓને (prisoners) દિવાળીમાં 15 દિવસની રજા (Holiday) આપવામાં આવી છે. 60 કેદીઓ પણ પરિવાર (Family) સાથે દિવાળી ઉજવી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આ 60 કેદીઓને પરોલ છોડવામાં આવ્યા છે. જ્યારે આ કેદીઓ જેલમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે લાગણીશીલ દર્શયો જોવા મળ્યા હતા.

જેલમાંથી બહાર આવેલા કેદીઓ અને તેમના પરિવાર ભાવૂક થયા હતા. જેલમાંથી એક બાદ એક કેદી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમને લેવા માટે આવેલા નાના બાળકો, માતા તેમને ભેટી ભેટીને રડતા જોવા મળ્યા હતા. આ દર્શયો જોઈ ત્યા હાજર સૌ કોઈ રડી પડ્યા હતા. એક માતા તેના દીકરાને બહાર આવતા જોઈ દોડીને ભેટી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. બીજી તરફ કેદીએ કહ્યું કે હું તો 20 વર્ષથી જેલમાં છું પણ આજે બહાર નીકળતા મને ખુશીનો પાર નથી.

સરકારના આ નિર્ણથી કેટલાક પરિવારના ચહેરા પર ખુશી જોવા મળી હતી. કેદીઓએ સરકારાનો આભાર માન્ય હતો. મધ્યસ્થ જેલના કેદી શીતલ પ્રકાશભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, હું સરકારનો આભાર માનું છું, હું 9 વર્ષથી જેલમાં છું, અમને મારાં બાળકો ભેગાં રહેવા માટે આટલી રજા આપી તે વાતની ખુશી છે. તેમણે કહ્યું દિવાળીના સમયે સરકારે અમારી બાજુ જોયું, મારાં સંતાનો સાથે દિવાળીનો તહેવાર ધામધૂમથી ઊજવીશું.

ત્યારે અન્ય એક કેદી મુસ્તફા ઘોઘારીએ જણાવ્યું કે હું ચાર વર્ષથી જેલમાં છું, સરકારે દિવાળીના તહેવારો નિમિત્તે અમને 15 દિવસના પેરોલ આપ્યા છે. કેદી મુસ્તફા ઘોઘારીએ કહ્યું કે સમયસર હાજર થવાની શરતે અમને આ જામીન આપ્યા છે. સુલેહ-શાંતિનો કોઈ પણ પ્રકારનો ભંગ ન કરવાની શરત રાખી છે. પરંતુ અમે બહુ ખુશ છીએ કે પરિવાર સાથે અમે દિવાળીનો તહેવાર ઊજવી શકીશું. મુસ્તફા ઘોઘારીએ બે હાથ જોડીને સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. સરકાર અમારા પ્રત્યે આવું જ ધ્યાન આપે અને વહેલામાં વહેલી તકે અમને જેલમાંથી મુક્ત કરી માફ કરે તેવી અમારી વિનંતી છે. બીજી તરફ કેદી ભૂપત ચાવડાએ પણ સરકારનો આભાર માન્યો હતો, ભૂપત ચાવડાએ કહ્યું કે સરકાર કેદીઓનું ધ્યાન રાખે છે, આ વર્ષે અમે અમારા પરિવાર સાથે દિવાળી ઊજવીશું.

Most Popular

To Top