Business

સુરત સહિત ગુજરાતના ઉદ્યોગ સહસિકોની મહેનતે MSME વાઇબ્રન્ટ સેક્ટર તરીકે ઊભરી આવ્યું

ર્પોરેટ સેક્ટર તરફી નીતિઓ હોવા છતાં મોડે મોડે સરકારને ખ્યાલ આવ્યો છે કે મહત્તમ રોજગારીનું સર્જન માઈક્રો સ્મોલ મીડીયમ એન્ટરપ્રેન્યોર (MSME) સેક્ટર થકી જ શક્ય છે. સુરત સહિત ગુજરાતના ઉદ્યોગ સહસિકોની મહેનતે MSME વાઇબ્રન્ટ સેક્ટર તરીકે ઊભરી આવ્યું છે. નવી રોજગારીની તકો ટેક્સટાઇલમાં વધુ હોવાથી સરકારે અનિચ્છા છતાં ટફ સ્કીમ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. બીજી ટફ ફિઆસ્વીના પ્રમુખ ભરત ગાંધીએ આ સેક્ટરમાં સકસેસ ગ્રોથ સ્ટોરીની વધુ સંભાવના છે.

કેન્દ્ર સરકારે MSME ના ડેવલપમેન્ટ માટે બેંકોએ પણ રૂપિયા બે કરોડ સુધીની લોન કો–લેટરલ વગર આપવી જોઈએ. દેશની કુલ વસ્ત્ર નિકાસમાં ગુજરાતનો હિસ્સો 12 ટકા અને મેન મેડ ફાઈબર ઉત્પાદનમાં 38 ટકા છે. આર્ટ સિલ્ક ફેબ્રિકના ઉત્પાદનમાં સુરત દેશમાં 50 ટકા યોગદાન આપી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા બે દાયકા પહેલા લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગોની સંખ્યા 2.74 લાખ હતી, જે વધીને આજે 8.66 લાખ પહોંચી છે. ગુજરાતમાં બે દાયકા પહેલા ઔદ્યોગિક ઉત્પાદન 2.27 લાખ કરોડ હતું, જે આજે વધીને 16.19 લાખ કરોડને આંબી ગયું છે. નવી ટેકનોલોજી, નવી પેટર્ન અને સ્કીલ અપગ્રેડેશનના સહારે રાજ્યનો કાપડ ઉદ્યોગ ગતિ પકડી રહ્યો છે,

  કેન્દ્ર સરકારે મેન મેડ ફાઈબર, ટેક્નિકલ ટેક્ષટાઈલને વેગ આપવા  દેશમાં મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્ષટાઈલ રિજીયન અને એપેરલ (પીએમ-મિત્રા) પાર્ક અંતર્ગત રોડ, ટ્રેન અને પોર્ટ જેવી કનેક્ટિવિટીમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. પીએમ મિત્રા પાર્ક માટે  13 રાજ્યો પૈકી ગુજરાતે બજેટમાં ખાસ જોગવાઈ કરીને તેના અમલીકરણમાં પ્રથમ ક્રમે રહ્યું છે.ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલા કહે છે કે, એમએસએમઇ સેકટર છેલ્લા પાંચ વર્ષમાં વાયબ્રન્ટ સેકટર તરીકે ઉભરી રહયું છે. એ માત્ર રોજગારીની તકો જ નથી પૂરું પાડતું, પરંતુ ઓછા કેપિટલ કોસ્ટે ઇન્ડસ્ટ્રીનો વિકાસ વધુ સાધી શકે છે.

ગ્રામીણ અને પછાત વિસ્તારમાં પણ ઇન્ડસ્ટ્રી ઉભી કરવા માટે પણ એમએસએમઇ મદદરૂપ થાય છે. ભારતની જીડીપીમાં આશરે 30% જેટલો હિસ્સો એમએસએમઇ ધરાવે છે અને દેશમાં આશરે 65 લાખથી વધુ અને ગુજરાતમાં પણ આશરે 4 લાખથી વધુ એમએસએમઇ કાર્યરત છે. ફિઆસ્વી ચેરમેન ભરત ગાંધી કહે છે કે, એમએસએમઇ સેકટર એ દેશ માટે ઇકોનોમિક ડેવલપમેન્ટનું એન્જીન છે અને કૃષિ બાદ સૌથી વધુ રોજગારીનું સર્જન કરે છે. સરકારે સેફ ગાર્ડ ડયૂટીથી ઇન્ડસ્ટ્રીને સુરક્ષિત કરવી જોઇએ, પરંતુ નાના ઉદ્યોગોને રો મટિરિયલ મળી રહે તે માટે ઇમ્પોર્ટ ડયૂટી લગાવવી જોઇએ નહીં.

લઘુ ઉદ્યોગોના હિત માટે એ–ટફ સ્કીમ તથા ક્રેડીટ લીન્કડ કેપિટલ સબસિડી સ્કીમ ફરીથી શરૂ કરવી જોઇએ. એમએસએમઇના ડેવલપમેન્ટ માટે બેંકોએ પણ રૂપિયા બે કરોડ સુધીની લોન કો–લેટરલ વગર આપવી જોઇએ.ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એમએસએમઇના આસિસ્ટન્ટ ડિરેકટર નિલેશ ત્રિવેદી કહે કે, એક એમએસએમઇ ઉદ્યોગકાર એ ઉત્પાદન, માર્કેટીંગ, બ્રાન્ડીંગ અને ફાયનાન્શિયલ મેનેજમેન્ટ કરે છે. આથી વેપાર–ઉદ્યોગના વિકાસ હેતુ પ્રપોઝલ કઇ રીતે મુવ કરવી જોઇએ તેના માટે તેને એજ્યુકેશનની જરૂર પડે છે.

એના માટે તેઓ સીજીટીએમએસઇ સ્કીમનો લાભ લઇ શકે છે. એમએસએમઇ ઇનોવેટીવ સ્કીમ, એમએસએમઇમાં ડિઝાઇન કમ્પોનન્ટ અને ડિઝાઇન આઇપીઆર રજિસ્ટ્રેશન થવું જોઈએ.બિઝનેસમાં પ્રોડકટના પ્રોસેસિંગ, પેકેજિંગ અને ડિસ્ટ્રીબ્યુશન માટે ટ્રેડમાર્ક લેવો જોઇએ તથા આઇપીઆર આંત્રપ્રિન્યોરશિપ પર પણ ફોકસ કરવો જોઇએ. ટ્રેડર્સ, એમએસએમઇ માટે મહત્વના છે.રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લેવા માટે વેપારીઓએ એમએસએમઇ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ.

ભારત સરકારના એમએસએમઇ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટયુટ– અમદાવાદના જોઇન્ટ ડાયરેકટર વિકાસ ગુપ્તા કહે છે  કે, લઘુ ઉદ્યોગકારોએ પીએનઇજીપી સ્કીમ અંતર્ગત પહેલા લોન લીધી હોય અને ત્યારબાદ તેઓને બિઝનેસને એકસ્પાન્શન કરવો હોય તો એના માટે રૂપિયા એક કરોડની લોન મળી શકે છે. સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા સ્કીમ અંતર્ગત ઇકવીટીના માધ્યમથી એમએસએમઇને લાભ થાય છે. રૂપે ક્રેડીટ કાર્ડના માધ્યમનો ઉપયોગ કરીને લઘુ ઉદ્યોગકારો બિઝનેસ ડેવલપ કરી શકે છે.સરકારના જેમ પોર્ટલ પર 55 લાખ એમએસએમઇ એન્ટરપ્રાઇઝીસ રજિસ્ટર્ડ થયા છે અને આગામી બે વર્ષમાં 2.50 કરોડને રજિસ્ટર્ડ કરવાના છે. આ પોર્ટલના માધ્યમથી જ લોકો દરેક સામાન ખરીદી કરે તેના માટે પ્રયાસ થઇ રહયો છે. આ સેક્ટર ટ્રેડ ડિસ્કાઉન્ટીંગ સિસ્ટમ અને કલસ્ટર સંબંધિત સ્કીમનો પણ લાભ લઈ શકે છે.

સુરતના ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રી અને જનરલ મેનેજર એમ.કે. લાદાની કહે છે કે, ઇન્વેસ્ટર ફેસિલિટી પોર્ટલ પર હવે તમામ પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે. ગુજરાત માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝ એકટ 2019 અંતર્ગત માત્ર એપ્રુવલ લાયસન્સ લઇને વેપાર–ઉદ્યોગ શરૂ કરી શકાય છેે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી– 2020 માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ, ગુજરાત સરકારની ટેકસટાઇલ પોલિસી– 2019, ગુજરાત ગારમેન્ટ એન્ડ એપેરલ પોલિસી મેગા એપેરલ પાર્ક માટેની સબસિડી તથા સ્કીમ ફોર ફાયનાન્શિયલ આસિસ્ટન્ટ ટુ લોજિસ્ટીક પોલિસી MSME ને કેન્દ્રમાં રાખીને જ તૈયાર કરવામાં આવી છે.

Most Popular

To Top