National

રાજસ્થાન: બાંદ્રાથી જોધપુર જઈ રહેલી સૂર્યનગરી એક્સપ્રેના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, મુસાફરો થયા ઘાયલ

નવી દિલ્હી: નવા વર્ષના બીજા દિવસે રાજસ્થાનમાં (Rajasthan) મોટી દુર્ઘટના (Accident) સર્જાય હતી. રાજસ્થાન નજીક ટ્રેનને (Train) મોટો અકસ્માત નડ્યો હતો. જેમાં સૂર્યનગરી એક્સપ્રેસના (Suryanagari Express) 8 કોચ ટ્રેનની પટરી પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં અનેક મુસાફરો ઘાયલ (Passenger Injured) થયા હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ પ્રસાશન તેમજ રેલવે વિભાગ ઘટનાસ્થળે પહોંચી બચાવકાર્ય હાથ ધર્યું હતું. અકસ્માતને પગલે કેટલીક ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી હતી ત્યારે ઘણી બધી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર બાંદ્રાથી જોધપુર જઈ રહેલી સૂર્યનગરી એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના પાલીના રાજકીયાવાસ પાસે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં લગભગ 10થી વધુ લોકો ઘાયલ થયા છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. નોર્થ વેસ્ટર્ન રેલ્વેના સીપીઆરઓએ કહ્યું કે અકસ્માતની જાણકારી ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી છે. તે જલ્દી જ ઘટનાસ્થળે પહોંચી જશે. જનરલ મેનેજર-ઉત્તર પશ્ચિમ રેલ્વે અને અન્ય ઉચ્ચ અધિકારીઓ જયપુરમાં હેડક્વાર્ટર સ્થિત કંટ્રોલ રૂમમાંથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જોકે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, અકસ્માત બાદ હાલ 12 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. આ સાથે જ બે ટ્રેનો રદ કરવામાં આવી છે. ત્યારે અકસ્માતમાં ઘાયલ મુસાફરોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ રેલ લાઇન ખાલી કરાવવામાં આવશે. અને બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ આ માર્ગને બ્લોક કરી દેવામાં આવ્યો છે.

રેલવેએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા
જોધપુર: 0291- 2654979(1072), 0291- 2654993(1072), 0291- 2624125, 0291- 2431646
પાલી મારવાડ: 0293- 2250324, 0293- 2250138, 0293- 2251072

12 ટ્રેનોના રૂટ ડાયવર્ટ

  1. ટ્રેન નંબર 22476, 31.12.22ના રોજ કોઈમ્બતુરથી ઉપડનારી કોઈમ્બતુર-હિસાર ટ્રેન સેવાનું સંચાલન મારવાડ જંક્શન-મદાર-ફૂલેરા-મેરતા રોડ-બીકાનેર થઈને ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા કરવામાં આવશે.
  2. ટ્રેન નંબર 14708, 01.01.23 ના રોજ દાદરથી ઉપડતી દાદર-બીકાનેર ટ્રેન સેવા મારવાડ જંક્શન-મદર-ફૂલેરા-મેરતા રોડ પર ડાયવર્ટ કરવામાં આવશે.
  3. ટ્રેન નંબર 22663, ચેન્નાઈ એગમોર-જોધપુર ટ્રેન સેવા 31.12.22 ના રોજ ચેન્નાઈ એગમોરથી ઉપડતી ટ્રેન સેવાને મારવાડ જંક્શન-મદાર-ફૂલેરા-મેરતા રોડ દ્વારા ડાયવર્ટ કરેલા રૂટ પર ચલાવવામાં આવશે.
  4. ટ્રેન નંબર 19224, જમ્મુ તાવી-અમદાવાદ ટ્રેન સેવા 01.01.23 ના રોજ જમ્મુ તાવીથી ઉપડતી લુણી-ભીલડી-પાલનપુર ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.
  5. ટ્રેન નંબર 14801, 02.01.23ના રોજ જોધપુરથી ઉપડનારી જોધપુર-ઈન્દોર ટ્રેન સેવા જોધપુર-મેરતા રોડ-ફૂલેરા-માદર-ચંદેરિયા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.
  6. ટ્રેન નંબર 15013, જેસલમેરથી 02.01.23ના રોજ ઉપડનારી જેસલમેર-કાઠગોદામ ટ્રેન સેવા જોધપુર-મેરતા રોડ-ફૂલેરા થઈને ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.
  7. ટ્રેન નંબર 14707, 02.01.23 ના રોજ બીકાનેરથી ઉપડતી બિકાનેર-દાદર ટ્રેન સેવા લુણી-ભીલડી-પાટણ-મહેસાણા ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.
  8. ટ્રેન નંબર 16312, કોચુવલી-શ્રીગંગાનગર ટ્રેન સેવા 31.12.22 ના રોજ કોચુવલીથી ઉપડતી મહેસાણા-પાટણ-ભીલડી-લુણી થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.
  9. ટ્રેન નંબર 11090, પુણેથી 01.01.23ના રોજ ઉપડનારી પુણે-ભગત કી કોઠી ટ્રેન સેવા મહેસાણા-પાટણ-ભીલડી-લુણી વાયા ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.
  10. ટ્રેન નંબર 15014, 01.01.23 ના રોજ કાઠગોદામથી ઉપડનારી કાઠગોદામ-જેસલમેર ટ્રેન સેવા ફૂલેરા-મેરતા રોડ ડાયવર્ટ કરવામાં આવશે.
  11. ટ્રેન નંબર 19223, અમદાવાદ-જમ્મુ તાવી ટ્રેન સેવા અમદાવાદથી 02.01.23ના રોજ ઉપડતી મહેસાણા-પાટણ-ભીલડી-લુણી થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.
  12. ટ્રેન નંબર 14802, 02.01.23 ના રોજ ઈન્દોરથી ઉપડનારી ઈન્દોર-જોધપુર ટ્રેન સેવા બદલાયેલા રૂટ પર ચંદેરિયા-મદાર-ફૂલેરા-મેરતા રોડ થઈને ચલાવવામાં આવશે.

આ ટ્રેનો રદ કરવામાં આવી હતી (મૂળના સ્ટેશનથી)

  1. ટ્રેન નંબર 14821, જોધપુર-સાબરમતી ટ્રેન સેવા 02.01.23 ના રોજ રદ રહેશે.
  2. ટ્રેન નંબર 14822, સાબરમતી-જોધપુર રેલ સેવા 02.01.23 ના રોજ રદ રહેશે.

Most Popular

To Top