Vadodara

વરસાદ 3 દિવસ પછી ભુક્કા બોલાવશે: અંબાલાલ

વડોદરા: દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્યગુજરાત ના વડોદરા, છોટાઉદેપુર, સાવલી, પાદરા સહિત ના વડોદરા જિલ્લા સહિત તાલુકાઓ મા આગામી દિવસો મા વરસાદ પડશે. 28 જુલાઈથી 8 ઓગસ્ટ વિવિધ ભાગોમાં વરસાદ રહેશે છેલ્લા 4-5 દિવસથી વડોદરા સહિત ગુજરાતભરમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે આજે વડોદરામાં આજે ઉઘાડ નીકળ્યો છે. જોકે, હવામાન વિભાગે હજુ આગામી 5 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. તો વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જુલાઈમાં સૌરાષ્ટ્ર – કચ્છના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી 7થી 12 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ આવશે. જુલાઈના અંતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં વરસાદ થશે. જુલાઈ મહિનાનો વરસાદ ડેમો અને જળાશયોમાં પાણી લાવશે.

‘11 અને 12 જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે’
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 7થી 15 જુલાઈ દરમિયાન સારો વરસાદ થશે. 11 અને 12 જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. 18થી 20 જુલાઈએ પણ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં 25 જુલાઈથી 8 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ થશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમા વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલ
ભારે વરસાદને લઈ નર્મદા નદીમાં પૂર આવી શકે છે. ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ ઉભું થવાની સંભાવના છે. ભારત-પાક. મેચ અને નવરાત્રીને લઈ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, નવરાત્રી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, 28 જુલાઈથી 8 ઓગસ્ટ વિવિધ ભાગોમાં વરસાદ રહેશે.

Most Popular

To Top