National

હે.. ના હોય…હવે ગ્રાહકો ખરીદ્યા વગર જ કાર ઘરે લઈ જઈ શકશે: મહિન્દ્રાએ શરૂ કરી નવી સ્કીમ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ એટલે કે મહિન્દ્રા ગ્રુપ (Group of Mahindra)નો એક ભાગ છે જેણે ગુરુવારે જાહેરાત (Announcement) કરી હતી કે તે હવે આ ક્ષેત્રમાં સતત તકોનો લાભ લેવા માટે વાહન લીઝિંગ (Quick Liz) અને સબ્સ્ક્રિપ્શન (Subscription) વ્યવસાયમાં પ્રવેશ કરશે.

મહત્વની વાત છે કે તેમના ગ્રાહકોની જરૂરિયાતોને સમજીને, કાર ઉત્પાદકો (Car producer) કાર સબ્સ્ક્રિપ્શન અને લીઝિંગ સેગમેન્ટમાં જોડાઈ રહ્યા છે, જે હવે ગ્રાહકોને કાર ખરીદ્યા વગર નિશ્ચિત સમય માટે માલિકી (ownership)ની તક આપે છે. તમને જણાવી દઈએ કે મહિન્દ્રાનું આ પ્લેટફોર્મ ‘ક્વિકલીઝ’ બ્રાન્ડ નામ હેઠળ ચાલશે. આ માહિતી કંપની દ્વારા જ શેર કરવામાં આવી છે. આ બ્રાન્ડ માટે આવનારા સમયમાં અર્ધ શહેરી અને ગ્રામીણ બજારોમાં સમાન ઉત્પાદનો લોન્ચ કરવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે અત્યારે કાર ગ્રાહકો ટૂંકા સમયમાં તેમના વાહનોથી કંટાળી જાય છે અને પછી તેને અપગ્રેડ કરવા વિચારવાનું શરૂ કરે છે. વાહન ખરીદતી વખતે દરેક વ્યક્તિ માટે આવું કરવું શક્ય નથી, પરંતુ જો તમે વાહન ભાડે આપવાની સેવાનો ઉપયોગ કરી રહ્યા હોવ, તો તમારા માટે આ કરવું ખૂબ જ સરળ બની જાય છે અને તમે થોડા મહિનાઓ કે થોડા વર્ષો સુધી વાહનની માલિકી ધરાવી શકો છો. અને પછી જ્યારે તમને વાહન અપગ્રેડ કરવાનું મન થાય ત્યારે તેના બદલે અન્ય વાહન ભાડે લેવાનો વિકલ્પ હોય છે જે ઓછો ખર્ચાળ સાબિત થાય છે.

‘ક્વિકલીઝ’ દ્વારા ઓફર કરાયેલા લીઝિંગ અને સબ્સ્ક્રિપ્શન મોડેલ હેઠળ, ગ્રાહકો તમામ કાર બ્રાન્ડમાં તેમની પસંદગીનું વાહન પસંદ કરી શકે છે અને માસિક ફી ચૂકવીને ચોક્કસ સમયગાળા માટે કારના માલિક બની શકે છે. આ પ્રક્રિયા આર્થિક છે તેમજ ગ્રાહકોને કોઈપણ પ્રકારનું ડાઉનપેમેન્ટ કરવાની જરૂર નથી, જે આ સેવાનો સૌથી મોટો ફાયદો છે. મહિન્દ્રા ફાઇનાન્સના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર રમેશ અય્યરે જણાવ્યું હતું કે, “ક્વિકલીઝ સાથે, અમે અમારા ગ્રાહકો, વ્યક્તિગત અને કોર્પોરેટ બંને માટે માલિકીની પ્રક્રિયાને સરળ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

મને વિશ્વાસ છે કે ક્વિકલીઝ અમારા હાલના નાણાકીય વ્યાપાર પોર્ટફોલિયોમાં નોંધપાત્ર મૂલ્ય ઉમેરશે કારણ કે આપણે બધા ઉભરતી તકોનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

Most Popular

To Top