Dakshin Gujarat

કોસાડી ગામે ગાયને કતલ કરવા લઈ જતા ઈસમને પોલીસે ઝડપી લીધો

વાંકલ: માંગરોળ તાલુકાના કોસાડી ગામે નદી (River) કિનારા તરફ રાત્રિ દરમિયાન ગાય (Cow) ને કતલ કરવા લઈ જતા એક ઈસમને પોલીસે (Police) ઝડપી લીધો હતો. જ્યારે બીજો ઈસમ ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ માંગરોળ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ હે.કો. કેતનભાઇ પ્રેમજીભાઈ, પો.કો. ભાવેશભાઈ રમણભાઈ, પો.કો. શૈલેષભાઈ ધુળજીભાઈ વગેરે દિવાળીના તહેવાર ને લઈ રાત્રે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળી કે કોસાડી ગામનો સોકત મોહમ્મદ ભીખુ અને અનવર મોહમ્મદ ભીખુ બંને ભાઈઓ એક ગાયને દોરડા વડે બાંધી કતલ કરવા માટે કોસાડી થી આંકડોદ તરફ ના રસ્તા ઉપર નદી કિનારા પાસે લઈ જનાર છે અને ગાયની કતલ કરી ગૌમાંસ નું વેચાણ કરનાર છે.

આ બાતમી હકીકતને આધારે પોલીસ કર્મચારીની ટીમે ઉપરોક્ત સ્થળે રાત્રી દરમિયાન રેડ કરતા સોકત મોહંમદ ભીખુ ઉંમર વર્ષ 45 રહે કોસાડી ગામ 42 ગાળા ગાયને દોરડા વડે બાંધી હંકારી જતા ઝડપાઈ ગયો હતો. જ્યારે તેનો ભાઈ અનવર મોહમ્મદ ભીખુ ભાગી છુટ્યો હતો. પોલીસે ગાયનો જીવ બચાવી મુદ્દામાલ કબજે લીધો હતો હેડ કોન્સ્ટેબલ કેતનભાઇ પ્રેમજીભાઈએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં અનવર મોહમ્મદ ભીખુને વોન્ટેડ જાહેર કરાયો છે.

Most Popular

To Top