SURAT

ખાનગી બસ સંચાલકો મુસાફરો પાસે ચાર ઘણા ભાડા વસૂલી રહ્યા છે

સુરત: દિવાળીના તહેવારની ( Diwali Festival ) ઉજવણી કરવા લોકો વતન (Hometown) તરફ દોટ મુકી રહ્યા છે. ત્યારે શહેરમાંથી સૌરાષ્ટ્ર,રાજેસ્થાન અને મહારાષ્ટ્ર તરફ જતી ખાનગી બસોના ભાડામાં ઉઘાડી લૂંટ ચાલી રહી છે. તકનો લાભ લઇને ખાનગી બસ (Private Bus) સંચાલકો બે થી ત્રણ ગણા વધુ ભાડા વસુલી રહ્યા છે. ત્યારે તહેવારો ટાણે સમયસર વતન પહોચવા માટે મુસાફરો વધુ ભાડુ ચુકવીને પણ મુસાફરી કરી રહ્યા છે.

સૌરાષ્ટ્ર તરફ જતી બધી બસો હાઉસફુલ
શહેરના પર્વતપાટિયા,વરાછા, ઉધના,પાંડેસરા વિસ્તારો પૈકી વરાછા અને પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા રહસીશોનો મોટો વર્ગમાં સૌરાષ્ટ્ર વાસીઓ રહેતા હોય છે. ચાલુ વર્ષે કોરોના કાળ પછી ખુબજ મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્રમાં પોતાના વતન અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ તથા અન્ય જીલ્લાઓમાં તહેવારની ઉજવણી કરવા જઇ રહ્યા છે.ત્યારે તકનો લાભ લઈને ખાનગી બસ ચાલકો દ્વારા ત્રણ ગણા બસ ભાડા વસુલ કરી મુસાફરો પાસેથી બસ ભાડામાં ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં અમરેલી સાવરકુંડલાના સ્લીપર સિટ ના રૂ. 400/- ભાડું હોય છે, તેના બદલે હાલ રૂ. 1200/- ભાડું વસુલવામાં આવતા હોવાનો આક્ષેપ મુસાફરોએ કર્યો છે. આમ વધુ ભાડા વસુલતા હોવા છતાં મુસાફરોને સમયસર પહોંચવા માટે વધુ ભાડા ચુકવવા પડયા છે.

આ ઉપરાંત ટ્રેનોમ પણ મુસાફરોનો ભારે ઘસારો
ઉધના રેલવે સ્ટેશન દિવાળીની રજા પડતાની સાથે જ માંદરે વતન જવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયાં હતા. જાણે મેળો સર્જાયો હોય તેવું માહોલ બન્યો હતો. ઉત્તર ભારતીય મુસાફરો અંધાધૂંધીનો ભોગ બન્યા હતા.જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા હતા.પ્લેટફોર્મ પર ઊભા રહેવાની પણ જગ્યા ન મળી રહે તેટલો મુસાફરોનો જનસેલાબ જોવા મળ્યો હતો. તેવામાં 1700 સીટ વાળી અંત્યોદય ટ્રનમાં 3000 લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે 5000 યાત્રીઓ ચઢી શક્યા જ ન હતા. આ ઉપરાંત અંત્યોદય ટ્રેનમાં 8 વખત ચેઈન ખેંચવામાં આવી હતી. જેથી ટ્રેન નિલગીરી એલસી ગેટ ક્રોસિંગ પાસે 47 મિનિટ રોકાઈ હતી.

જ્યાં જુઓ ત્યાં માત્ર મુસાફરોના માથાઓ જ દેખાતા હતા
જો કે, તાપ્તી ગંગા ટ્રેનમાં 400 કન્ફર્મ સહિત 1900 યાત્રીઓ રહી ગયા હતા. યાત્રીઓએ ટ્રેનમાં ખીચોખીચ ભરાઈને મુસાફરી કરવી પડી હતી. જો કે, પ્લેટફોર્મ પર પણ પગ મૂકવા જેટલી જગ્યા ન હતી. પ્લેટફોર્મ પર નાની ઉમંરથી લઈ મોટી ઉંમરના લોકોએ હાંલાકી વેઠવી પડી હતી. મુસાફરોને ટ્રેનમાં ચડવા માટે મુશ્કેલી પડી રહી હતી.મુસાફરો ટ્રેનના દરવાજામાંથી પ્રવેશ કરી ન શકતા ટ્રેનના કોચની બારીમાંથી પ્રવેશ કરી રહ્યા હતા. ઉધના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભા રહેવાની જગ્યા ન રહેતા મુસાફરો પ્લેટફોર્મના શૌચાલયની છત પર ચડી ગયા હતા. શૌચાલય પર ઉભા રહીને ટ્રેનમાં પ્રવેશવાની અને અન્ય ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. જ્યાં જુઓ ત્યાં માત્ર મુસાફરોના માથાઓ જ દેખાતા હતા.

Most Popular

To Top