National

અમે POK પરત લેવા તૈયાર, સરકારના આદેશની રાહ જોઈ રહ્યા છીએ- લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી

નોર્ધન કમાન્ડના ચીફ (Northern Command Chief) લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ (Lieutenant General Upendra Dwivedi) પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદથી જમ્મુ-કાશ્મીરમાં (Jammu-Kashmir) ઘણો બદલાવ આવ્યો છે. રાજ્યમાં આતંકવાદ પર અંકુશ લગાવવામાં આવ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે જ્યારે ભારત સરકાર (Government of India) આદેશ આપે ત્યારે સેના પીઓકે પર કાર્યવાહી કરવા તૈયાર છે.

સરકારના દરેક આદેશ માટે સેના સંપૂર્ણપણે તૈયાર
લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે આતંકવાદીઓ તેમના મનસૂબામાં ક્યારેય સફળ નહીં થાય. તેમણે કહ્યું કે પીઓકેના વિષય પર સંસદમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આમાં કંઈ નવું નથી. તે સંસદના ઠરાવનો ભાગ છે. ભારતીય સેના સરકારના દરેક આદેશ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે જ્યારે પણ સરકાર આદેશ આપશે ત્યારે સેના સંપૂર્ણ તૈયારી સાથે આગળ વધશે.

આતંકવાદ સામેની કાર્યવાહીના કારણે આતંકવાદીઓ નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે
જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલા ટાર્ગેટ કિલિંગ પર બોલતા તેમણે કહ્યું કે રાજ્યમાં આતંકવાદને રોકવા માટે ઘણું કામ કરવામાં આવ્યું છે. જેના કારણે આતંકવાદીઓ દ્વારા આ રીતે ક્યારેક પિસ્તોલ અને ક્યારેક હથિયારો મોકલવાના પ્રયાસો કરવામાં આવે છે અને નિર્દોશ લોકોને નિશાન બનાવવામાં આવે છે પરંતુ આતંકવાદીઓ તેમના મનસૂબામાં ક્યારેય સફળ થઈ શકશે નહીં.

પાકિસ્તાન દિવસેને દિવસે ડ્રગ્સ વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે
પાકિસ્તાન સતત ડ્રગ્સ મોકલવાની કોશિશ કરી રહ્યું છે. તાજેતરમાં અમે કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યુ છે. અમે સરહદ પર જે આતંકવાદીઓને મારી રહ્યા છીએ આ લોકો કહે છે કે તમે દાણચોરોને મારી રહ્યા છો. તે સ્પષ્ટ છે કે પાકિસ્તાન દરરોજ ડ્રગ્સ વેચવાના પ્રયાસો કરી રહ્યું છે.

યુવાનો કટ્ટરપંથી ન બને તે માટે સેના પણ તમામ પ્રયાસો કરી રહી છે
બીજી તરફ નોર્ધન કમાન્ડના GOC ઉપેન્દ્ર દ્વિવેદીએ કટ્ટરપંથી વિશે જણાવ્યું હતું કે 35 ટકા યુવાનો 20 વર્ષથી ઓછી ઉંમરના આતંકવાદી છે. 55 ટકા એટલે કે 20-30 વર્ષની વચ્ચેના યુવાનો આતંકવાદી બની રહ્યા છે. આવી સ્થિતિમાં આપણે યુવાનોને શિક્ષિત બનાવવા, તેમને સારી રીતે ઉછેરવાનો પ્રયાસ કરવો પડશે અને સેના પણ તમામ પ્રયાસો કરી રહી છે જેથી યુવાનો કટ્ટરપંથી ન બને.

Most Popular

To Top