ડોક્ટર નહીં, ફાર્માસિસ્ટ કરતો હતો ગેરકાયદે ગર્ભપાત; હોસ્પિટલ સીલ
વરાછામાં ગર્ભ પરીક્ષણ અને અબોર્શનના કાળા કારોબારનો પર્દાફાશ,આરોગ્ય વિભાગ અને પોલીસે મળીને પાડ્યો દરોડો, મેડિકલ જગતમાં ખળભળાટ મચી ગયો છે,: સુરત શહેરમાં આરોગ્ય સેવાઓના નામે ચાલી રહેલા ગેરકાયદે ધંધાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વરાછા વિસ્તારમાં આવેલી “મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ”માં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના રેકેટનો પર્દાફાશ થતાં સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી છે.આ સમગ્ર કાર્યવાહી સુરત આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસની સંયુક્ત કામગીરી દરમિયાન બહાર આવી હતી. હોસ્પિટલમાં મહિલાઓના જીવ સાથે ખતરનાક રમત રમાતી હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે.
સૌથી મોટો ખુલાસો – ફાર્માસિસ્ટ જ કરતો હતો ઓપરેશન!
તપાસ દરમિયાન જે હકીકત સામે આવી તે અત્યંત ચોંકાવનારી હતી. હોસ્પિટલમાં ગર્ભપાત અને અન્ય મેડિકલ પ્રોસિજર કોઈ ક્વોલિફાઈડ ગાયનેકોલોજિસ્ટ અથવા સર્જન નહીં, પરંતુ હોસ્પિટલનો ફાર્માસિસ્ટ “વિજય” કરતો હતો. મેડિકલ ડિગ્રી વગર આ શખ્સ ઓપરેશન થિયેટરમાં પ્રવેશીને મહિલાઓના ગર્ભપાત કરતો હતો. દર્દીઓ અને તેમના પરિવારજનોને વિશ્વાસમાં રાખીને તેમની સાથે ગંભીર છેતરપિંડી કરવામાં આવતી હતી.આ ઘટનાએ આરોગ્ય વ્યવસ્થાની સુરક્ષા અને ખાનગી હોસ્પિટલોમાં ચાલતી ગેરરીતિઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
હોસ્પિટલ સંચાલક ડો. પ્રફુલ્લ ગામિત શંકાના ઘેરામાં
મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ ડો. પ્રફુલ્લ ગામિતના નામે રજિસ્ટર્ડ હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે કે હોસ્પિટલ સંચાલકને આ સમગ્ર ગેરકાયદે પ્રવૃત્તિ અંગે જાણ હતી કે નહીં. પ્રાથમિક તપાસમાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હોસ્પિટલમાં લાંબા સમયથી આ પ્રકારની ગેરરીતિઓ ચાલી રહી હતી. જો તેમાં ડોક્ટરની સીધી અથવા આડકતરી સંડોવણી સાબિત થશે તો કડક કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
કેવી રીતે બહાર આવ્યું ગેરકાયદે રેકેટ?
સૂત્રો મુજબ, આરોગ્ય વિભાગને ખાનગી બાતમી મળી હતી કે હોસ્પિટલમાં ગેરકાયદે રીતે “Sex Determination” અને ગર્ભપાત કરવામાં આવે છે.
હેલ્થ મિનિસ્ટરની ઓફિસમાંથી માહિતી મળી હતી’ ,આ અંગે (ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર અનિલ બી. પટેલ )એ જણાવ્યું હતું કે, મમતા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ કરીને જે લંબે હનુમાન રોડ વરાછા વિસ્તારમાં આવેલી છે, એ જે સંચાલક છે રામગોપાલ ખંડેલવાલ ચલાવતો હતો.આ બાતમીના આધારે તંત્રએ ડમી ગ્રાહક મોકલીને સ્ટિંગ પ્રકારની કાર્યવાહી ગોઠવી હતી. તપાસ દરમિયાન હોસ્પિટલ સ્ટાફ દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિ માટે સંકેતો મળતાં જ પોલીસ અને આરોગ્ય વિભાગે તાત્કાલિક દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડા દરમિયાન હોસ્પિટલમાંથી મહત્વના દસ્તાવેજો, મેડિકલ રેકોર્ડ્સ અને મશીનો કબજે લેવામાં આવ્યા હતા.આ રેડ બાદ તંત્રની દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને હોસ્પિટલ સીલ કરી દેવામાં આવી છે,
મેડિકલ સાધનો જપ્ત : વધુ તપાસ દરમિયાન સોનોગ્રાફી મશીન, ઓપરેશન માટેના સાધનો અને ગર્ભપાતમાં વપરાતી દવાઓ કબજે લેવામાં આવ્યા છે અને કાયદેસર
સમગ્ર ઘટના ની જાણ આગ્ણારોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા ને થઈ હતી તેમણે જણાવ્યું હતું કે દરરોજ 2થી 5 ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરવામાં આવતા હોવાનો ગંભીર ખુલાસો થયો છે. શરૂઆતમાં ‘શિવાય હોસ્પિટલ’ નામે કામગીરી ચાલી રહી હતી, ત્યારબાદ કોર્ટમાંથી સ્ટે મેળવી હોસ્પિટલ બંધ કરીને ‘મમતા હોસ્પિટલ’ નામે ફરીથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવી હતી, આ મામલે હવે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે અને FIR નોંધવામાં આવી છે. જિલ્લા આરોગ્ય તંત્ર પર પણ ગંભીર બેદરકારીના આક્ષેપો ઉઠ્યા છે, કારણ કે લાંબા સમયથી આ પ્રવૃત્તિ ચાલુ હોવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નહોતાં.
આ ઘટના ખૂબ જ ગંભીર ગણાય છે અને સમાજ માટે ચિંતાજનક છે. પરિણામે આરોગ્ય વિભાગને પણ શો-કોઝ નોટિસ પાઠવી જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.આરોપીઓ સામે “PC-PNDT Act” તેમજ અન્ય મેડિકલ અને ફોજદારી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મહિલાઓના જીવન સાથે ખુલ્લેઆમ રમત!
વિશેષજ્ઞો મુજબ, કોઈ લાયકાત વગરના વ્યક્તિ દ્વારા ગર્ભપાત કરાવવું મહિલાના જીવન માટે અત્યંત જોખમી બની શકે છે. આવી ગેરકાયદે સારવારથી મહિલાઓને ગંભીર ઈન્ફેક્શન, આંતરિક ઈજા અને જીવલેણ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.આ સમગ્ર કાંડ બાદ હવે લોકોમાં ખાનગી હોસ્પિટલોમાં મળતી સારવાર અંગે ભય અને ચિંતા વધી છે.
સુરત શહેરમાં ભારે રોષ
આ ઘટનાએ સમગ્ર સુરત શહેરમાં આક્રોશ ફેલાવ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આરોગ્ય સેવાઓના નામે ચાલતા આવા ગેરકાયદે ધંધાઓ સામે નિયમિત ચેકિંગ અને કડક મોનીટરીંગ જરૂરી છે.