National

વડાપ્રધાન મોદી 17 સપ્ટેમ્બરે મઘ્યપ્રદેશમાં ચિત્તા પ્રોજેકટ લોન્ચ કરશે

ભોપાલ : મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના (MP) કુનો નેશનલ પાર્ક (કેએનપી) ખાતે ચિત્તાના ‘રી-ઈન્ટ્રોડક્શન’ કાર્યક્રમને શરૂ કરવા માટે પહોંચશે. દક્ષિણ આફ્રિકાથી આવતા ચિત્તાઓને તે જ દિવસે શિયોપુર જિલ્લાના રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. જણાવી દઈએ કે આગામી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. જોકે આ વખતે તેઓ પોતાના જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરવાના છે.

  • દક્ષિણ આફ્રિકાથી આવતા ચિત્તાઓને શિયોપુર જિલ્લાના રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડવામાં આવશે
  • દેશમાં છેલ્લો ચિત્તો 1947માં હાલના છત્તીસગઢના કોરિયા જિલ્લામાં મૃત્યુ પામ્યો હતો

અહીંના સચિવાલયમાં મધ્યપ્રદેશની કેબિનેટની બેઠક પહેલાં, ચૌહાણે તેમના મંત્રીમંડળના સાથીદારોને જણાવ્યું હતું કે વડા પ્રધાન મહત્વાકાંક્ષી ચિત્તા પ્રોજેક્ટને શરૂ કરવા માટે 17 સપ્ટેમ્બરે કેએનપી આવશે, જે વડા પ્રધાનનો જન્મદિવસ પણ છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. ચૌહાણે જણાવ્યું હતું કે વડા પ્રધાન શિયોપુરના કરહલમાં મહિલા સ્વ-સહાય જૂથોના એક સમારોહને પણ સંબોધિત કરશે.

અપેક્ષિત વીવીઆઈપી મૂવમેન્ટ માટે કેએનપીમાં અને તેની આસપાસ ઓછામાં ઓછા સાત હેલિપેડ બનાવવામાં આવી રહ્યા છે, એમ અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું. દેશમાં છેલ્લો ચિત્તો 1947માં હાલના છત્તીસગઢના કોરિયા જિલ્લામાં મૃત્યુ પામ્યો હતો, જે અગાઉ મધ્ય પ્રદેશનો ભાગ હતો અને 1952માં આ પ્રજાતિને લુપ્ત જાહેર કરવામાં આવી હતી.
ચૌહાણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શિયોપુરના કરહલમાં મહિલા સ્વ-સહાય જૂથોના એક સમારોહને પણ સંબોધિત કરશે.
અપેક્ષિત વીવીઆપી મૂવમેન્ટ માટે કેએનપીમાં અને તેની આસપાસ ઓછામાં ઓછા સાત હેલિપેડ બનાવવામાં આવી રહ્યા છે.

‘ભારતમાં આફ્રિકન ચિત્તા ઈન્ટ્રોડક્શન પ્રોજેક્ટ’ની કલ્પના 2009માં કરવામાં આવી હતી અને કેએનપીમાં ગયા વર્ષે નવેમ્બર સુધીમાં ચિત્તાને રજૂ કરવાની યોજનાને કોવિડ-19 રોગચાળાને કારણે આંચકો લાગ્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

Most Popular

To Top