National

પ્રધાનમંત્રીની મુલાકાત પેહેલા રચાયું હતું ષડયંત્ર: પણ રાજસ્થાન પોલીસે આરીતે કર્યું તેને નિષ્ફ્ળ

નવી દિલ્હી: બે દિવસ બાદ પ્રધાન મંત્રી (PM Modi) રાજસ્થાનમાં (Rajasthan) દૌસાની મુલાકાતે જવાના છે પરંતુ તે પહેલા જ અહીંથી એક મોટા ષડ્યંત્ર (Conspiracy) ભર્યા સમાચાર સામે આવવાથી ભારે હલચલ અને સનસનીનો માહોલ પેદા થયો છે. પણ રાજેસ્થાન પોલીસે ષડયંત્રને નાકામ કરી દીધું છે. દોસા પોલીસ (Police) જણાવે છે કે તેમને ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલું 1000 કીલોગ્રામ જેટલું વિશફોટક જો જથ્થો પકડી પડ્યો છે અને તેની સાથે 65 જેટલા ડેટોનેટર પણ મળી આવ્યા છે. કુલ્લે 40 ગોલક પણ પકડી લીધા છે જે વિસ્ફોટમાં કામ આવે છે. હાલતો પોલીસે કબ્જામાં લઇ લીધો છે. આ ગોલકનું વજન 2.78 ગ્રામ છે.વધુમાં આ સર્ચ ઓપરેશન દરમ્યાન પોલીસે સ્થાનિક વ્યાસ મોહોલ્લ નિવાસી રાજેશ મીણા નામના વ્યક્તિની પણ અટકાયત કરી છે. વિસ્ફોટક સામગ્રી લાવવા અને લઇ જનારા વાહનને પણ પોલીસે હાલ જપ્ત કરી લીધું છે.

  • પ્રધાનમંત્રીની મુલાકાત પેહેલા રચાયું હતું રાજસ્થાનમાં મોટું ષડયંત્ર
  • પણ રાજેસ્થાન પોલીસે ષડયંત્રને નાકામ કરી દીધું છે
  • 1000 કીલોગ્રામ જેટલું વિશફોટક જો જથ્થો પકડી પડ્યો

પ્રધાનમંત્રી બે દિવસ બાદ દોસા આવવાના હતા
રાજસ્થાનના દૌસા ખાતે પ્રધાનમંત્રી બે દિવસ બાદ મુલાકાતે આવનારા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. આ દરમ્યાન દૌસા પોલીએ સર્ચ આઉટનું સધન અભિયાન હાથ ચાર્યું હતું. દરમ્યાન તેમને મળેલી ચોક્કસ બાતમીને લઇને ટીમ એક્ટિવ થઇ હતી. દરમ્યાન મળેલી ગુપ્ત સૂચનાને આધારે દૌસા જિલ્લા પોલીસ મુખ્યાલયના ભંડારી રોડ ઉપર કાર્યવાહી કરવામાં જોતરાઈ ગયું હતું.અને ઓપરેશન હાથ ધાર્યું હતું. અને દરમ્યાન રાજેસ્થાન પોલીસે 1000 કિલો જેટલો વિસ્ફોટક અહીંથી ઝડપી પાડ્યો હતો. દરમ્યાન પોલીસે અહીં તે સમયે કાર્યવાહી કરી હતી જયારે દૌસામાં VVIPઓની પધરામણી થવા જેઇ રહી હતી.હવે જયારે બે દિવસ બાદ જયારે પ્રધાનમંત્રી અહીં આવનાર છે તે પહેલા પોલીસે ષડયંત્રને નિષ્ફળ કર્યું હતું…

રાજસ્થાનના મુખ્ય મંત્રી પણ અહીં આવના છે
રાજસ્થાનના દૌસા ખાતે જયારે પ્રધાનમંત્રી આવનાર છે ત્યારે અહીં બીજા અનેક VVIP ઉપરાંત રાજસ્થાનના મુખ્યમન્ત્રી અશોક ગહેલોત અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ અહીં આવવાના છે. ત્યારે પોલીસે આ કાર્યવાહી દરમ્યાન 10000 કિલો જેટલો વિસ્ફોટક ઝડપી લીધો છે. અને પોલીસે આ કાર્યવાહી દરમ્યાન દૌસામાં રહેતા રાજેશ મીણા નામના વ્યકિતની અટકાયત કરી હતી. પોલીસે બાતમીને આધારે ભંડારી રોડ ખાતે છટકુ ગોઠવાયું હતું અને સમગ્ર સર્ચ આઉટનું અભિયાન હાથ ચાર્યું હતું.અને રાજેશ મીણાની અટકાયત કરી છે.

વિસ્ફોટક સાથે બૉમ્બ બનાવવાની સામગ્રી પણ મળી આવી
વિસ્ફોટક પદાર્થની સાથે પોલીસે આરોપી પાસેથી બૉમ્બ બનાવવામાં ઉપયોગી સામગ્રી પણ જપ્ત કરી હતી જેમાં ડેટોનેટરના કુલ 65 નંગ મળી આવ્યા હતા અને તેની સાથે ગોલક અને ઇલેક્ટ્રિક વાયરો પણ મળી આવ્યા હતા. હાલતો આ ષડયંત્ર નાકામ થઇ જતા રાજસ્થાન પોલીએ હાશકારો અનુભવ્યો છે.

Most Popular

To Top