Business

અનંત અંબાણી નવા એનર્જી બિઝનેસની જવાબદારી સંભાળશે

મુંબઇ: વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરીની (Petroleum Refinery) માલિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ધીમે ધીમે નવા એનર્જી બિઝનેસમાં પ્રવેશી રહી છે. કંપની ગુજરાતમાં (Gujarat) ગીગા ફેક્ટરી પણ બનાવી રહી છે. આ માટે મુકેશ અંબાણીના (Mukesh Ambani) ગ્રુપે રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ (આરએનઈએલ) નામની અલગ સબ્સિડિયરી કંપની બનાવી છે. હવે કંપનીએ આ વિશે શેર બજારને એક મોટું અપડેટ આપ્યું છે.

  • મુકેશ અંબાણીએ ગયા વર્ષે રિલાયન્સ ગ્રુપની એજીએમમાં પોતાના ઉત્તરાધિકારી પ્લાનની જાહેરાત કરી હતી
  • કંપનીએ ‘ન્યૂ એનર્જી ગીગા’ ફેક્ટરીઓમાં ભારે રોકાણ કર્યું જે દેશના રિન્યુએબલ એનર્જી પ્લાનમાં ગેમ ચેન્જર સાબિત થઇ શકે

મુકેશ અંબાણીએ ગયા વર્ષે રિલાયન્સ ગ્રુપની એજીએમમાં પોતાના ઉત્તરાધિકારી પ્લાનની જાહેરાત કરી હતી. આમાં ઈશા અંબાણીને રિલાયન્સ રિટેલ, આકાશ અંબાણીને રિલાયન્સ જિયો અને અનંત અંબાણીને રિલાયન્સના ન્યૂ એનર્જી બિઝનેસને આપવા માટે કહેવામાં આવ્યું હતું. 6 મે, 2022 ના રોજ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે આરએનઈએલના મર્જરને મંજૂરી આપી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આરએનઈએલના મર્જરની પ્રક્રિયા મંજૂરી માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે. આ દરમિયાન 21 એપ્રિલ 2023ના રોજ કંપનીના બોર્ડની બેઠકમાં તેને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મર્જ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નિવેદન અનુસાર કંપનીએ આરએનઈએલ અને આરઆઈએલના મર્જરની સ્કીમ પાછી ખેંચી લીધી છે. આ રીતે આરએનઈએલ હજુ પણ પહેલાની જેમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની સબ્સિડિયરી બનીને રહેશે.
રિલાયન્સ ગ્રૂપની રિફાઇનરી ગુજરાતના જામનગરમાં છે. આ શહેરમાં કંપની પોતાની ‘ન્યૂ એનર્જી ગીગા’ ફેક્ટરીઓ સ્થાપી રહી છે. કંપનીએ આ બિઝનેસ પર ભારે રોકાણ કર્યું છે. રિલાયન્સ જે રીતે આ ક્ષેત્રે રોકાણ કરી રહી છે, તે આગામી દિવસોમાં દેશના રિન્યુએબલ એનર્જી પ્લાનમાં ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તાજેતરમાં જ નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. તે મુજબ જાન્યુઆરી-માર્ચમાં કંપનીને રૂ.19,299 કરોડનો કોન્સોલિડેટેડ નફો થયો છે. કંપનીના જિયો અને રિટેલ બિઝનેસમાં જબરદસ્ત રેવન્યૂ ગ્રોથ નોંધાઈ છે.

Most Popular

To Top